<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

તમામ રાજ્યો ન્યૂક્લિયર પ્લાન્ટ લગાવે : કેન્દ્રીય ઉર્જા મંત્રી

દેશની ઉર્જા જરૂરતોને પૂરી કરવામાં મદદ મળી શકશે, તેમજ જીવાશમ ઇધણ પર નિર્ભરતા ઓછી થશે.

નવીદિલ્હી: કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે દેશમાં ઉર્જા ઉત્પાદનમાં સ્વચ્છ ઊર્જાનું યોગદાન વધારવા અને પરમાણુ ઉર્જાને પ્રોત્સાહન આપવાના હેતુથી  કેન્દ્ર સરકારે રાજ્યોને કોલસાથી ચાલતા સંયંત્રોના સ્થાન પર પરમાણુ ઉર્જા સંયંત્ર લગાવવાની અપીલ કરી છે. ખાસ કરીને એવા રાજ્યોને જ્યાં થર્મલ પાવર પ્લાન્ટનું આયુષ્ય પૂરું થવા આવી રહ્યું છે, તેમજ તેમને ત્યાં કોલસા પહોંચાડવા પણ મુશ્કેલ પ્રક્રિયા બની રહી છે. તેનાથી જ્યાં દેશની ઉર્જા જરૂરતોને પૂરી કરવામાં મદદ મળી શકશે, તેમજ  જીવાશમ ઇધણ પર નિર્ભરતા ઓછી થશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે પરમાણુ રિએક્ટરને માટે ખાનગી મૂડી રોકાણને પ્રોત્સાહન અને વીજળી ટ્રાન્સમિશન સુધારવા પર ભાર આપ્યો હતો. હાલ ભારતમાં ૨૪ પરમાણુ સંયંત્ર છે. કેન્દ્રીય ઉર્જા મંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉર્જા મંત્રીયો સાથે બેઠકમાં કોલસા સંસાધનોથી દૂર આવેલ રાજ્યોને પરમાણુ આધારિત પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની સલાહ આપી છે. કેન્દ્ર સરકાર તરફથી આ અપીલ દેશમાં ઝડપથી વધતી વીજળીની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટમાં સરકારે નાના પાયા પર પરમાણુ રિએક્ટરોની સ્થાપનાને માટે ખાનગી મુડી રોકાણ કરનારાઓ સાથે ભાગીદારીની વાત પણ કહી છે. જેથી વધતી ઉર્જા જરૂરતો પૂરી થઈ શકે.

(11:51 PM IST)