News of Saturday, 16th November 2024
દિલ્હીમાં ડ્રગ્સના વેપાર પર NCBનો પ્રહાર : ૯૦૦ કરોડનું કોકેન જપ્ત
ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું, આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે : જેઓ દિલ્હી અને સોનીપતના રહેવાસી છે

નવી દિલ્હી, તા.૧૬: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં ૮૦ કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ ૯૦૦ કરોડ રૂપિયા છે.
NCBએ પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ અને જનકપુરી વિસ્તારમાંથી ૮૨ કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું છે. આ કન્સાઈનમેન્ટ એક કુરિયર ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું, જે ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હી અને સોનીપતના રહેવાસી છે. અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે માલસામાનને ‘બોટમ-ટુ-ટોપ અભિગમ' દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સ સામેની ઝુંબેશ ‘નિર્દયતાથી' ચાલુ રહેશે. તેમણે ફઘ્ગ્ની આ મોટી સફળતાની પ્રશંસા કરી હતી.
ફઘ્ગ્ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા કોકેઈનની કિંમત અંદાજે ૯૦૦ કરોડ રૂપિયા છે. વિદેશી નેટવર્ક સાથે ડ્રગ સિન્ડિકેટનું કનેક્શન બહાર આવ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે દિલ્હીમાં ડ્રગ્સનો આટલો મોટો કન્સાઈનમેન્ટ પકડાયો હોય. ૨ ઓક્ટોબરના રોજ, દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી ૫૬૦ કિલો કોકેન અને ૪૦ કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તેની કિંમત આશરે રૂ. ૫,૬૨૦ કરોડ આંકવામાં આવી હતી. આ કેસમાં કથિત માસ્ટરમાઇન્ડ તુષાર ગોયલની ધરપકડ કરવામાં આવી હતી, જે દિલ્હી કોંગ્રેસના RTI સેલના અધ્યક્ષ હતા.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
