<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

માત્ર ૪૨ દિવસમાં જ થયું ૪૨ લાખથી વધુ વાહનોનું વેચાણ

કયાં છે મોંઘવારી !

નવી દિલ્‍હી, તા.૧૬: દેશમાં તહેવારની સિઝન ઓટોમોબાઈલ સેક્‍ટરને આ વખતે જોરદાર ફળી છે, કારણ કે દેશમાં આ વર્ષે ૪૨ દિવસના તહેવારોના સમયગાળા દરમિયાન વાહનો (રિટેલ)નું વેચાણ વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધીને ૪૨,૮૮,૨૪૮ યુનિટ થયું છે. પેટ્રોલ-ડીઝલથી લઈને જીવનજરુરી ચીજવસ્‍તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવા છતાં વાહનાનો વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એનું સૌને આ?ર્ય છે. ઓટોમોબાઈલ સેક્‍ટરના અગ્રણી ડીલર્સ સંગઠનએ જણાવ્‍યું હતું કે આ વર્ષની તુલનામાં ગયા વર્ષે ૩૮.૩૭ લાખ વાહનનું વેચાણ થયું હતું.

ફેડરેશન ઓફ વ્‍હીકલ ડીલર એસોસિયેશન (FADA)એ જણાવ્‍યું હતું કે નવરાત્રિની શરૂઆતથી અમને નોંધપાત્ર વળદ્ધિ જોવા મળી હતી, જે અમારા અનુમાનિત લક્ષ્યની ઘણી નજીક પહોંચી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ૪૨.૮૮ લાખ વાહનોનો નોંધણી થઈ છે, જે ગયા વર્ષના ૩૮.૩૭ લાખ વાહનોની સરખામણીમાં ૧૧.૭૬ ટકા વધુ છે.

આ વર્ષે તહેવારોના સમયગાળા દરમિયાન પેસેન્‍જર વાહનોનું છૂટક વેચાણ સાત ટકા વધીને ૬,૦૩,૦૦૯ યુનિટ થયું હતું, જે ગયા વર્ષે ૫,૬૩,૦૫૯ યુનિટ હતું. વિગ્નેશ્વરે જણાવ્‍યું હતું કે માંગમાં વધારો અને બજારમાં ઉપલબ્‍ધ અભૂતપૂર્વ ડિસ્‍કાઉન્‍ટને કારણે મંદી પછી પેસેન્‍જર વાહનોના વેચાણમાં થોડી મંદી બાદ તેજી જોવા મળી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૪૨ દિવસના સમયગાળામાં ટુ-વ્‍હીલરનું રજીસ્‍ટ્રેશન ૧૪ ટકા વધીને ૩૩,૧૧,૩૨૫ યુનિટ થયું છે.

ટુ-વ્‍હીલરની માંગ મુખ્‍યત્‍વે ગ્રામીણ ક્ષેત્રોમાં વધુ રહેતી હોય છે. આ સમયગાળા દરમિયાન કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા વધીને ૧,૨૮,૭૩૮ યુનિટ થયું છે. બીજી તરફ થ્રી-વ્‍હીલરનું વેચાણ સાત ટકા વધીને ૧,૫૯,૯૬૦ યુનિટ થયું છે. જોકે, ટ્રેક્‍ટરનું વેચાણ વાર્ષિક ધોરણે બે ટકા ઘટીને ૮૫,૨૧૬ યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના આ જ સમયગાળામાં ૮૬,૬૪૦ યુનિટ હતું. સમગ્ર દેશમાં ૧,૪૩૦ પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO)માંથી ૧,૩૬૮ ડેટા એકત્રિત કરવામાં આવ્‍યો હતો.

(10:13 AM IST)