<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

મણિપુરઃ અપહરણ કરાયેલી છ મહિલાઓમાંથી ત્રણના મૃતદેહ નદીમાં તરતા મળી આવ્‍યા

થોડા દિવસ પહેલા જ જીરીબામમાં આતંકવાદીઓએ એક પરિવારના છ સભ્‍યોનું અપહરણ કર્યુ હતું

સિલચર, તા.૧૬: મણિપુરના જીરીબામમાંથી સોમવારથી ગુમ થયેલા (અપહરણ) છ લોકોમાંથી ત્રણના મૃતદેહ શુક્રવારે સાંજે આસામ-મણિપુર બોર્ડર પર આવેલા જીરીમુખમાંથી મળી આવ્‍યા હતા. આ લોકોનું થોડા દિવસો પહેલા જીરીબામના કેમ્‍પમાંથી અપહરણ કરવામાં આવ્‍યું હતું. મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે સિલચર મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે. તેમના મૃતદેહો જીરી નદીમાં તરતા જોવા મળ્‍યા હતા.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે જીરી નદીમાં એક લાશ તરતી જોવા મળી હતી. આ પછી આસામ રાઈફલ્‍સના જવાનોએ તેમને બહાર કાઢયા. પરિવારના સભ્‍યોએ હજુ સુધી મૃતદેહોની ઓળખ કરી નથી, પરંતુ તેમના વર્ણન છમાંથી ત્રણ ગુમ થયેલા લોકો સાથે મેળ ખાય છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા, મણિપુરમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા ૧૧ સશષા કુકી આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેઓ ૧૧ નવેમ્‍બરે બપોરે ૩:૩૦ વાગ્‍યે જીરીબામ જિલ્લાના બોરોબેકરામાં એક પોલીસ સ્‍ટેશન પર હુમલો કરવા આવ્‍યા હતા કુકી આતંકવાદીઓએ જીરીબામમાં બોરોબેકરા ખાતે સીઆરપીએફ કેમ્‍પ પર હુમલો કર્યો. CRPF એ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્‍કાઉન્‍ટરમાં ઓછામાં ઓછા ૧૧ કુકી આતંકવાદીઓ માર્યા ગયા.

આ હુમલા બાદ ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ થયા હતા. એવું કહેવાય છે કે આ છ સભ્‍યોનું કુકી આતંકવાદીઓ દ્વારા જીરીબામમાં અપહરણ કરવામાં આવ્‍યું હતું. હવે આ અપહરણ કરાયેલા ત્રણ લોકોના મૃતદેહ જીરીમુખમાંથી મળી આવ્‍યા છે.

(10:31 AM IST)