News of Saturday, 16th November 2024
‘ડોલી ચાયવાલા' નાગપુરમાં ભાજપનો પ્રચાર કરતા દેખાયા

મુંબઇ : તા.૧પ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ર૦ર૪ની તારીખ હવે ખૂબ નજીક છે. આ કારણોસર તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે. હવે નેતાઓ પણ પોતાની પ્રસિદ્ધિ માટે સેલિબ્રિટીની મદદ લઇ રહ્યા છે.ગુરૂવારે નાગપુરમાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નાગપુર પૂર્વના ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત પ્રસાર સભામાં પ્રખ્યાત ડોલી ચાયવાલાએ હાજરી આપી હતી. પ્રચાર દરમિયાન તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને નાગપુર પ્રભારી કૈલાશ વિજયવર્ગીય સાથે જોવા મળ્યા હતા. જેને ફોટો નેતા કૈલાશ વિજયવર્ગીયે પોતાના ઇન્સ્ટાગ્રમ પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
