<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

સુનીતા વિલિયમ્‍સ પર મોટો ખતરો : આંતરરાષ્‍ટ્રીય સ્‍પેસ સ્‍ટેશનમાં તિરાડો પડી : ૫૦ જગ્‍યાએ લીકેજ

અવકાશયાત્રીઓને સાવચેતી રાખવા નિર્દેશઃ નાસાનો રિપોર્ટ લીક થયો

નવી દિલ્‍હી, તા.૧૬: નાસા પણ ઈન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન (ISS)ને લઈને ટેન્‍શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી ISSમાં થોડાં-થોડાં લીકેજ હતા. જો કે, હવે એવું જાણવા મળ્‍યું છે કે ISSમાં ઓછામાં ઓછા ૫૦ જગ્‍યાએ લીકેજની સમસ્‍યા સર્જાઈ છે.  

આ સિવાય ત્‍લ્‍લ્‍માં તિરાડો પણ દેખાઈ રહી છે. નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થઈ ગયો હતો જેમાં ખુલાસો થયો કે ISS મોટા ખતરામાં છે. આ ઉપરાંત સુનિતા વિલિયમ્‍સ સહિત અહીં રહેતા અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે.

રશિયાએ પળથ્‍વીની આસપાસ ફરતી લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો કર્યો છે. નાસાનું કહેવું છે કે સ્‍પેસ સ્‍ટેશનમાંથી મોટી માત્રામાં હવા નીકળી રહી છે, જે ખતરાની ઘંટડી છે. જો કે લોકોના જીવ બચાવવા અને ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ISSમાં છેલ્લા પાંચ વર્ષથી લીકેજની સમસ્‍યા છે.

પ્રથમ લીક સ્‍પેસ સ્‍ટેશનમાં હાજર યવેઝદા મોડ્‍યુલમાંથી શરૂ થયું હતું, જે ડોકિંગ પોર્ટ તરફ દોરી જતી ટનલ છે. આ ભાગનું નિયંત્રણ રશિયાના હાથમાં છે. જોકે, નાસા અને રશિયન એજન્‍સી રોસકોમોસ વચ્‍ચે આ સમસ્‍યાનું સાચું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી. જાણીતા મીડિયા અનુસાર, નાસાના અવકાશયાત્રી બોબ કબાનાએ કહ્યું કે સ્‍પેસ એજન્‍સીએ આ લીકેજ અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે.

કબાનાએ જણાવ્‍યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. અમેરિકા કહે છે કે આ સુરક્ષિત નથી. લીકેજ પ્રથમ વખત ૨૦૧૯ માં શોધી કાઢવામાં આવ્‍યું હતું. આ પછી, એપ્રિલ ૨૦૨૪ થી, દરરોજ ૧.૭ કિલોના દરે હવા લીક થવા લાગી. સામાન્‍ય રીતે સાતથી દસ અવકાશયાત્રીઓ ISSમાં રહે છે. રશિયન એન્‍જિનિયરોએ માઇક્રો વાઇબ્રેશન વિશે વાત કરી છે. નાસાએ આ ખતરાને ટાળવા માટે કેટલાક પગલાં લીધાં છે. આ સિવાય અહીં હાજર અવકાશયાત્રીઓને પણ વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

(12:14 PM IST)