News of Saturday, 16th November 2024
લડાકૂ વિમાનોની નિભાવણી,મરામત અને નવીનીકરણનું કાર્ય રોબોટ કરશે
વાયુસેના તેની જવાબદારી આઇઆઇટી જોધપુરને સોંપશે: લડાકૂ વિમાનને હૈગરથી હટાવી ઝડપથી હવામાં લાવવાને માટે રોબોટિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

જોધપુર: ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનોની નિભાવણી, મરમ્મત અને નવીનીકરણનું કાર્ય ટૂંક સમયમાં જ રોબોટ કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વાયુસેના તેની જવાબદારી આઇઆઇટી જોધપુરને સોંપવા જઈ રહ્યું છે. તેને માટે થોડા દિવસો પહેલા એરફોર્સની મેન્ટેનન્સ કમાન્ડરે આઈઆઈટી, જોધપુર સાથે વાતચીત કરી છે. સૌથી પહેલાં રોબોટિક્સનો પ્રયોગ ઓપરેટિંગ લેવલ પર કરવામાં આવશે. આ લડકૂ વિમાનને હૈગર પરથી હટાવીને ઉડાન ભરતા પહેલા કરવામાં આવતી તપાસ છે. હાલ આ કાર્યમાં મૈનુઅલી થાય છે. જેમાં એરફોર્સના કર્મચારીઓ તપાસ કરે છે કે લડાકૂ વિમાનમાં કોઈ પેનલ તો ખુલ્લું રહી ગઈ નથી ને. વિમાનની બોડીને જોડનારા બોલ્ટ સંપૂર્ણ રીતે લાગેલા છે કે નહીં, હથિયાર સંપૂર્ણરીતે ફિટ છે કે નહીં, અથવા વિમાનની બોડીમાં કોઈ ખરાબી તો નથી ને. ભવિષ્યમાં લડાકૂ વિમાનને હૈગરથી હટાવી ઝડપથી હવામાં લાવવાને માટે રોબોટિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
ભારતીય વાયુસેના એરફોર્સ રોબોટિક્સની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ને પણ લડાકૂ વિમાનના સંચાલનમાં ઉપયોગ લેવાની છે. લ તેની જવાબદારી આઇઆઇટી, મુંબઈને સોંપવામાં આવી રહી છે. આઈઆઈટી, મુંબઈ એઆઈ આધારિત પ્રોગ્રામ્સ તૈયાર કરશે, જેનાથી માનવીય દખલ ઓછી થઈ શકે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
