News of Saturday, 16th November 2024
હરિયાણામાં સતત પાંચમા દિવસે ૮ શહેરોમાં પ્રદુષણ યથાવતઃ ૧૧ જીલ્લાઓમાં યલો એલર્ટ

હિસાર તા. ૧૬: હરિયાણામાં સતત પાંચમા દિવસે ધુમાડાના કારણે લોકોને પરેશાની વેઠવી પડી હતી. ગઇકાલે હરિયાણાના ૮ સહિત દેશના રર શહેરોમાં હવા ખરાબ શ્રેણીમાં નોંધાઇ હતી. હરિયાણામાં ભીવાની સૌથી વધુ પ્રદુષીત રહેલ. જેનો એકયુઆઇ ૩૬પ નોંધાયો હતો.
આજે શનિવારે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા હરિયાણાના ૧૧ જીલ્લાઓ કુરૂક્ષેત્ર, કૈથલ, કરનાલ, રોહતક, સોનીપત, પાનીપત, સિરસા, ફતેહાબાદ, હિસાર, જીંદ અને ભીવાનીમાં પ્રદુષણ અંગે યલો એલર્ટ આપી તકેદારી રાખવા જણાવાયું છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
