<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાઈજીરિયા, બ્રાઝિલ, ગુયાનાની 5 દિવસની મુલાકાતે રવાના : નરેન્દ્રભાઈ મોદીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

G20 સમિટ અને CARICOM કોન્ફરન્સમાં ભાગ લેશે ગયાનાની સંસદને પણ સંબોધિત કરશે : રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર મોદી પહેલીવાર ગયાના જવાના છે. 50 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન અહીં જઈ રહ્યા છે

નવી દિલ્હી તા.૧૬ : PM મોદી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે છે. G20 સમિટ અને CARICOM કોન્ફરન્સમાં ભાગ લેશે. ગયાનાની સંસદને પણ સંબોધિત કરશે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 5 દિવસના વિદેશ પ્રવાસે રવાના થયા છે. તેઓ નાઈજીરીયા, બ્રાઝીલ અને ગુયાનાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના પ્રવાસ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.

 

નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર નાઈજીરિયાની મુલાકાતે છે. આ તેમની નાઈજીરિયાની પ્રથમ મુલાકાત છે. આ દેશ પશ્ચિમ આફ્રિકાના ક્ષેત્રમાં ભારતનો નજીકનો ભાગીદાર છે. નરેન્દ્રભાઈ મોદી બ્રાઝિલમાં 19મી જી20 સમિટમાં ભાગ લેશે. આ પછી અમે ગયાના જઈશું.

રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર મોદી પહેલીવાર ગયાના જવાના છે. 50 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન અહીં જઈ રહ્યા છે. PM 185 વર્ષ પહેલાં ગયાનામાં સ્થાયી થયેલા ભારતીય ઇમિગ્રન્ટ્સને મળશે. તેઓ દેશની સંસદને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી કેરેબિયન દેશોના નેતાઓ સાથે બીજા ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં પણ ભાગ લેશે.

ગુયાનાની મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઈ મોદીને કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેરેબિયન દેશ ડોમિનિકાએ કોરોના મહામારી દરમિયાન મદદ કરવા અને ભારત-ડોમિનિકાના સંબંધોને આગળ વધારવા માટે નરેન્દ્ર મોદીને આ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.

(3:44 PM IST)