News of Saturday, 16th November 2024
મહા કુંભ મેળો 13 જાન્યુઆરી 2025 ના રોજ પોષ પૂર્ણિમાના રોજ શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે : પ્રયાગરાજમાં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન
કુંભ મેળો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય : ધાર્મિક માન્યતાઓ અનુસાર કુંભ મેળામાં શાહી સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે : શાહી સ્નાનની તારીખો શું હશે ?

નવી દિલ્હી તા.૧૬ : સનાતન ધર્મમાં કુંભ મેળાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ કુંભમેળા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરે છે, તેના તમામ પાપ ધોવાઇ જાય છે. ઋષિમુનિઓના યુગથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આવતા વર્ષે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય છે અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે મહાકુંભ મેળો 2025 ક્યારે શરૂ થઈ રહ્યો છે
મહા કુંભ મેળો 13 જાન્યુઆરી 2025 ના રોજ પોષ પૂર્ણિમાના રોજ શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે. પ્રયાગરાજમાં 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહાકુંભ 2025ના શાહી સ્નાનની તારીખો
મકરસંક્રાંતિ- 14 જાન્યુઆરી 2025
મૌની અમાવસ્યા- 29 જાન્યુઆરી 2025
બસંત પંચમી- 03 ફેબ્રુઆરી 2025
માઘી પૂર્ણિમા- 12 ફેબ્રુઆરી 2025
મહાશિવરાત્રી- 26 ફેબ્રુઆરી 2025
કુંભ મેળો ક્યાં યોજાય છે?
પ્રયાગરાજઃ ગુરુ વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.હરિદ્વારઃ જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય છે અને ગુરુ કુંભ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો ભરાય છે.
નાસિકઃ જ્યારે સૂર્ય અને ગુરુ બંને સિંહ રાશિમાં હોય છે, ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં કુંભ મેળો યોજાય છે.
ઉજ્જૈનઃ ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળો યોજાય છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
