News of Saturday, 16th November 2024
શિરોમણી અકાલી દળમાં મુશ્કેલી વધી : સુખબીર સિંહ બાદલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું : તેમણે રાજીનામું પાર્ટીની કાર્યકારી સમિતિને સુપરત કર્યું
હાલમાં વરિષ્ઠ નેતા બલવિંદર સિંહ ભૂંડર કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીનું કરી રહ્યા છે સંચાલન

ચંદીગઢ : શિરોમણિ અકાલી દળ (SAD)માં લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ બાદ, પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલે તેના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું પાર્ટીની કાર્યકારી સમિતિને સુપરત કર્યું છે. બાદલે તેમના નેતૃત્વ દરમિયાન મળેલા સમર્થન બદલ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુખબીર સિંહ બાદલના નેતૃત્વને લઈને ઘણા સમયથી અસંતોષ હતો. પાર્ટીના ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમના નેતૃત્વમાં પાર્ટી તેના મૂળ ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે. તેમની સામે અકાલ તખ્ત સાહિબ પર પણ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. બંદી છોડ દિવસના અવસર પર, જ્ઞાની રઘુબીર સિંહે શિરોમણી અકાલી દળના નબળા સંગઠન અને તેના ઉદ્દેશ્યોથી ભટકી જવા પર સવાલ ઉઠાવ્યા હતા.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રેમ સિંહ ચંદુમાજરાએ કહ્યું, "પંજાબમાં સ્થિતિ ખરાબ છે. અમારા યુવાનો જેલમાં છે, ખેતી સંકટમાં છે અને ચંદીગઢનો એક ભાગ હરિયાણાને આપવામાં આવી રહ્યો છે. પાર્ટીને મજબૂત કરવા માટે આ પરિવર્તન જરૂરી છે." સુખબીર બાદલના રાજીનામા બાદ SADને તેની ખોવાયેલી તાકાત પાછી મેળવવાનો મોકો મળશે."
હાલમાં વરિષ્ઠ નેતા બલવિંદર સિંહ ભૂંડર કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીનું સંચાલન કરી રહ્યા છે. ભૂંડેરને બાદલ પરિવારના નજીકના માનવામાં આવે છે. તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પાર્ટીમાં સંતુલન અને સુધારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
નવા પ્રમુખ માટે શોધ
સુખબીર બાદલના રાજીનામા બાદ શિરોમણી અકાલી દળની કાર્યકારી સમિતિ ટૂંક સમયમાં નવા પ્રમુખની પસંદગી કરવા માટે બેઠક કરશે. એવું માનવામાં આવે છે કે પાર્ટીના યુવા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે સંતુલન બનાવીને નવું નેતૃત્વ તૈયાર કરવામાં આવશે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
