<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

બિહારમાં વિચિત્ર કિસ્સો:હોસ્પિટલમાં દર્દીના મોત બાદ એક આંખ ગાયબ:ડોકટરે કહ્યું,ઉંદરે કોતરી નાખી

રિપોર્ટમાં વિચિત્ર કારણ રજૂ કરતા પરિવારજનોએ કર્યો વિરોધ

બિહારના પટનામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા બાદ યુવકની એક આંખ ગાયબ થઈ ગઈ છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને હોસ્પિટલ પ્રશાસન પર જાણી જોઈને તેની આંખ કાઢી લેવાનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


આ મામલો નાલંદા જિલ્લાના ચિકસૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના હુરાડી ગામના રહેવાસી 24 વર્ષીય યુવક ફન્ટુશ કુમારનો છે. 14 નવેમ્બરના રોજ, ગુનેગારોએ ફન્ટૂશને ગોળી મારી હતી, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં પટનાની નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 15 નવેમ્બરે રાત્રે લગભગ 8 વાગ્યે સારવાર દરમિયાન ફન્ટૂશનું મોત થયું હતું.


પરંતુ જ્યારે પરિવારજનો મૃતદેહ જોવા હોસ્પિટલ પહોંચ્યા તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કારણ કે ફન્ટૂશ, જેની બંને આંખો સારી હતી, તેની એક આંખ ખૂટી રહી હતી. મૃતકના ભત્રીજા રાહુલ કુમારે જણાવ્યું હતું કે ફન્ટૂશની ડાબી આંખ બહાર કાઢવામાં આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે ડોકટરો મામલો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઉંદરે આંખ કચડી નાખી હોવાનું કહેવાય છે.


પરિવારજનોનું કહેવું છે કે ફન્ટુશ કુમારને પેટમાં ગોળી વાગી હતી, પરંતુ તેની આંખ ગાયબ હોવાનો કોઈ તર્ક નથી. તેઓનો આરોપ છે કે હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીને કારણે આ ઘટના બની છે અને ડેડ બોડી સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમનું એમ પણ કહેવું છે કે હોસ્પિટલના ડૉક્ટરો આ બાબતને છૂપાવવામાં વ્યસ્ત છે.

(6:36 PM IST)