<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ રામમૂર્તિનું 72 વર્ષની વયે અવસાન:લાંબી માંદગીને કારણે વેન્ટિલેટર પર હતા

હૈદરાબાદની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ રામમૂર્તિનું 72 વર્ષની વયે અવસાન, લાંબી માંદગીને કારણે વેન્ટિલેટર પર હતા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નાના ભાઈ રામામૂર્તિ નાયડુનું 72 વર્ષની વયે નિધન થયું છે. રામામૂર્તિ નાયડુ છેલ્લા ત્રણ દિવસથી કાર્ડિયો-શ્વસન સંબંધી સમસ્યાઓના કારણે વેન્ટિલેટર પર હતા. તેમણે હૈદરાબાદની એક હોસ્પિટલમાં શનિવારે 16 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા.

અહેવાલો અનુસાર, ચંદ્રાબાબુ નાયડુના નાના ભાઈ રામમૂર્તિ નાયડુને 14 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ બાદ હૈદરાબાદના ગચીબાઉલીની એઆઈજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે 16 નવેમ્બરે બપોરે 12.45 કલાકે તેમનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રામમૂર્તિ નાયડુના અંતિમ સંસ્કાર રવિવારે 17 નવેમ્બરે નરવરીપલ્લે ગામમાં થશે.

(6:40 PM IST)