News of Saturday, 16th November 2024
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી:ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો: કર્ફ્યુ લાગુ
ભાજપના ધારાસભ્યના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા:મણિપુરમાં હિંસા ચરમસીમાએ

મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. ઇમ્ફાલમાં, વિરોધીઓએ બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો અને જીરીબામ જિલ્લામાં ત્રણ લોકોની હત્યા માટે ન્યાયની માંગ કરી. ધારાસભ્યોના ઘરો પર ટોળાના હુમલા બાદ ઇમ્ફાલ પશ્ચિમ પ્રશાસને જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા મેજિસ્ટ્રેટ ટી કિરણકુમાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આજે સાંજે 4.30 વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે ટોળાએ લામ્ફેલ સનાકેથેલ વિસ્તારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજનના નિવાસસ્થાન પર હુમલો કર્યો.
લેમ્ફેલ સનાકેથેલ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ ડેવિડે પત્રકારોને જણાવ્યું હતું કે, 'સપમે અમને ખાતરી આપી હતી કે ત્રણ લોકોની હત્યા સંબંધિત મુદ્દાઓ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર જનતાની લાગણીનું સન્માન કરવામાં નિષ્ફળ જશે તો મંત્રી રાજીનામું આપશે . અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિરોધીઓએ ઉપભોક્તા બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંહના ઘર પર પણ હુમલો કર્યો. ભાજપના ધારાસભ્યના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
