<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

મતદાન પહેલા મુંબઈ પોલીસને મોટી સફળતા: કરોડોની 8476 કિલો ચાંદી ભરેલો ટ્રક ઝડપાયો

પોલીસે આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને ઘટનાસ્થળે બોલાવી

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. જેને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ સતર્ક છે અને અત્યાર સુધીમાં ઘણી રોકડ રકમ પકડી પાડી છે, પરંતુ  મુંબઈ પોલીસે એક ચાંદી ભરેલો ટ્રક પકડ્યો છે.

ઘણી જગ્યાએ રોકડ, સોનું, ચાંદી અને દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મતદાનના ચાર દિવસ પહેલા જ મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. એક ટ્રકમાં 8,476 કિલો ચાંદી હતી. તેની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. ચાંદીનો આટલો મોટો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.

માનખુર્દ પોલીસ વાશી ચેકપોઇન્ટ પર વાહનોની તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન શુક્રવારે રાત્રે એક વાહનની તપાસ કરવામાં આવી હતી. પોલીસને આ મોટી ટ્રકમાંથી ચાંદી મળી આવી હતી. ચાંદીનો મોટો જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. આ ચાંદીનું વજન કરવામાં આવ્યું હતું. 8,476 કિલો ચાંદી ભરાઈ હતી. તે ચાંદીની બજાર કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે.

અધિકારીઓએ પૂછપરછ માટે ડ્રાયવરની અટકાયત કરી છે. પોલીસે આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. હવે આવકવેરા વિભાગના અધિકારીઓ આ ચાંદીના માલિકને શોધી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચાંદી ગેરકાયદેસર રીતે રાજ્યમાં ઘુસાડવામાં આવી છે, ત્યારે તેનો ચૂંટણી સંબંધિત કામકાજમાં ઉપયોગ થવાનો હતો કે શું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.   

(10:18 PM IST)