<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી પ્રદીપભાઈ દવે ( બકાભાઈ )ના મોટાભાઈ પ્રદ્યુમનભાઈ દવે(એડવોકેટ)નું અમેરિકા ખાતે ન્યુજર્સી મુકામે દુઃખદ અવસાન

પ્રદ્યુમનભાઈ દવેએ સુરેન્દ્રનગરમાં વકીલાતની શરૂઆત કરેલી:ગુજરાત હાઇકોર્ટના ખ્યાતનામ વકીલ તરીકે આગળ વધેલા પછી અમેરિકા સ્થાયી થયેલા:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને સુરેન્દ્રનગર લોકસભા સીટ પ્રભારી પ્રદીપભાઈ નૌતમલાલ દવે (બકાભાઈ)ના  મોટાભાઈ પ્રદ્યુમનભાઈ નૌતમલાલ દવે(એડવોકેટ)નું અમેરિકા ખાતે ન્યુજર્સી મુકામે દુઃખદ અવસાન થયેલ છે.
પ્રદ્યુમનભાઈ દવેએ ઝાલાવાડની ધીંગીધરા એવા સુરેન્દ્રનગરમાં વકીલાતની શરૂઆત કરેલી ત્યાર પછી ગુજરાત હાઇકોર્ટના ખ્યાતનામ વકીલ તરીકે આગળ વધેલા, પછી અમેરિકા સ્થાયી થયેલા.ત્યારે પ્રદ્યુમનભાઈ નૌતમલાલ દવેએ તેમના વિશાળ પરિવારને છોડીને શિવ લોક તરફ પ્રયાણ કર્યું છે.

તેમની અંતિમ ક્રિયા આજે તા.૧૬/૧૧/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ કલાકે, તેમના વતન લખતર તાલુકાના લીલાપુર ગામેથી નીકળી હતી.


 

(10:42 PM IST)