News of Saturday, 16th November 2024
થાણે જિલ્લામાં ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમનો સપાટો :એક વાહનમાંથી 5.55 કરોડની રોકડ જપ્ત
વાહનમાં હાજર લોકો ઉપરોક્ત રોકડ અંગે કોઇ ખુલાસો આપવામાં કે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા

થાણે: ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે (એએસટી) થાણે જિલ્લામાં કલ્યાણ ગ્રામીણ વિધાનસભા મતક્ષેત્રમાં શનિવારે એક વાહનમાંથી 5.55 કરોડની રોકડ જપ્ત કરી હતી.
શિળફાટા વિસ્તારમાં શનિવારે સવારે એસએસટીને તહેનાત કરવામાં આવી હતી. ટીમે વાહનને શંકાને આધારે આંતર્યું હતું, જેમાંથી રોકડ મળી આવી હતી.
રિટર્નિંગ ઓફિસર વિશ્ર્વાસ ગુજરે જણાવ્યું હતું કે વાહનમાં હાજર લોકો ઉપરોક્ત રોકડ અંગે કોઇ ખુલાસો આપવામાં કે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
ગુજરે જણાવ્યું હતું કે આ રકમ 10 લાખ રૂપિયાની નિર્ધારિત મર્યાદાને વટાવી ચૂકી હોવાથી આ તેની તપાસ આવકવેરા વિભાગને સોંપવામાં આવી છે.
મેજિસ્ટ્રેટની હાજરીમાં રોકડની ચકાસણી કરવામાં આવી હતી અને બાદમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તે જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ ક્યાંથી આવી અને તે કયા હેતુસર વપરાવાની હતી તેની તપાસ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
