News of Saturday, 16th November 2024
ગજાનંન આશ્રમ માલસર ખાતે પોંડીચરીના લેફ્ટનન્ટ ગવર્નર કૈલાશનાથને લીધી મુલાકાત.
ધર્મ અધ્યાત્મ અને ગુરુકુળ પરંપરા વિશે મેળવી જાણકારી...

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ગજાનંન આશ્રમ માલસર ખાતે પોંડીચરીના લેફ્ટનન્ટ ગવર્નર કૈલાશનાથને મુલાકાત લીધી હતી .
પોંડીચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથ ગજાનન આશ્રમ માલસર માં પધારી નવ નિર્માણ પામનાર ગજાનન આશ્રમની વિગતવાર ચર્ચા કરી,નર્મદા મૈયા ની પૂજા કરી,નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદ લીધો.
કે કૈલાસનાથનજી એ ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી ગુજરાતની સેવા કરેલ છે. ગુજરાતના અનેક વિકાસના કાર્યોમાં હાથ છે.કૈલાશ નાથનજી માટે એવું કહેવામાં આવતું કે તમામ બ્યૂરોકિટ્સ તથા રાજકીય લોકો વચ્ચેનો સેતુ હતા.અને ગુજરાતમાં તમામ લોકોને સાથે રાખીને ગુજરાતનો વિકાસ કર્યો છે. તેમની કાર્ય પ્રણાલિકા,પ્રમાણિકતા ના કારણે રીટાયર્ડમેન્ટ પછી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે 11 વખત એક્સ્ટેન્શન આપીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરેલ છે.
કૈલાશ નાથજી એ ગજાનન આશ્રમના પૂજ્ય ગુરુજી સાથે વર્ષોથી શ્રદ્ધા વિશ્વાસ તથા આધ્યાત્મિકતાથી જોડાયેલા હોવાથી ગુરુ પ્રત્યેના શિષ્યના ભાવને પ્રગટ કરવા માટે તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પધારી પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
પૂજ્ય ગુરુજી દ્વારા આશ્રમમાં શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષિત તેમજ દીક્ષિત વિદ્યાર્થીઓને તૈયાર કરવા વ્યસન મુક્ત યુવાન રાષ્ટ્ર માટે સમાજ માટે એક નવી ક્રાંતિ લાવનારા ઋષિ કુમારો તૈયાર કરવા,માલસર ગામ તથા આજુબાજુના ગામોના સર્વાંગી વિકાસ માટે સુંદર નર્મદા નદિ ઉપર વિશાળ ઘાટનું નિર્માણ થાય છે.વગેરેની કૈલાસનાથનજી એ વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુજી સાથે ચર્ચાઓ કરી ખૂબ જ પ્રસન્નતા અનુભવી સાથે પૂજ્ય ગુરુજીને આશ્રમના નવ નિર્માણ માટે ખૂબ શુભકામનાઓ આપી.
પૂજ્ય ગુરુજીનો અધ્યાત્મિકતામાં ખૂબ ઊંડાણ તેમજ શાસ્ત્રો,સાયન્સનો સમન્વય, પ્રકૃતિ, પર્યાવરણની જાળવણી તથા અંધશ્રદ્ધા નિવારણ વગેરે કાર્યોથી કૈલાશનાથન ખૂબ પ્રસન્ન થઈ ગુજરાતમાં હતા ત્યારે તો અનેક વખત ગજાનન આશ્રમમાં પૂજ્ય ગુરુજી પાસે પધારતા એવી માહિતી પ્રાપ્ત થઈ છે.
આજના દિવસે કે . કૈલાશ નાથનજી ઝેડ પ્લસ સુરક્ષા સાથે વડોદરા કલેક્ટર શાહ ADG મુત્ત્તુકુમાર,કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ,વડોદરા RAC પ્રજાપતિ ,શિનોર મામલતદાર મુકેશ બારીયા, વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદ,હાલોલ TDO મનહર દેસાઇ,કેવડિયા કોલોનીથી ડો.સાગર ભાયાણી,.RFO જનક કાકડિયા ,Dysp હરેશ ચાંદુ તેમજ Dysp બી.એચ.ચાવડા Lib PI જે.પી.ગઢવી,શિનોર Psi મીશ્રાજી,વડોદરાથી પ્રવીણભાઈ પટેલ,ભાવનગરથી નિલેશભઈ મણિયાર,સુરતથી મયંક શાહ,રાજકીય તેમજ સરકારી ક્ષેત્રના લોકો સાહેબને આવકારવા તેમજ ગુરુજીના આશીર્વાદ મેળવવા માટે ગજાનન આશ્રમ પધાર્યા હતા
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
