<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા ચેક પોસ્ટ પર ઘાતક હુમલામાં 7 લોકોના મોત :અન્ય 10 લોકો ઘાયલ

હુમલા બાદ બલૂચિસ્તાનના વિવિધ ભાગોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઈ : પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી

કરાંચી: પાકિસ્તાનના અશાંત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે મોટો હુમલો થયો છે. સુરક્ષા ચેક પોસ્ટ પર થયેલા ઘાતક હુમલામાં સાત લોકો માર્યા ગયાના અને અન્ય દસ જેટલા લોકો ઘાયલ થયાનાં અહેવાલો છે. આ હુમલો આર્મી કેમ્પ પર થયો છે. આ હુમલામાં સુરક્ષાકર્મીઓ સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલા બાદ બલૂચિસ્તાનના વિવિધ ભાગોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. 

    પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર, બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં થયેલા હુમલામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી છે 

  જો કે સમાચાર લખાય રહ્યા છે ત્યાં સુધી પ્રાંતીય સરકાર કે કોઈ વરિષ્ઠ અધિકારીએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ગૃહ પ્રધાન મોહસિન નકવીએ હુમલાની નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

    પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ પુષ્ટિ કરી છે કે સુરક્ષાનાં કારણોસર બલૂચિસ્તાનના કેટલાક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. પીટીએએ કહ્યું કે આ પગલું આતંકવાદી હુમલામાં વધારાને કારણે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે  

(12:18 AM IST)