<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

એક આશિકે સાસુની ગોળી મારીને હત્યા કરીઃ પટના જિલ્લામાં દીકરાની વહુના અફેરનો ભોગ એક સાસુ બની

વહુના આશિકે સાસુને મોતને ઘાટ ઉતારી દીધા છે : આ ઘટના પાલીગંજના સિંગોડી પોલીસ સ્ટેશનના વિસ્તાર દેવરિયાં ગામમાં ઘટી છે

પટણા, તા.૧૭,

પટનાના પાલીગંજમાં વહુ સાથે અફેરના વિરોધમાં એક આશિકે સાસુની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આરોપીએ મહિલાને એના પતિ સામે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. બિહારના પટના જિલ્લામાં દીકરાની વહુના અફેરનો ભોગ એક સાસુ બની ગઈ છે.

 વહુના આશિકે સાસુને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટના પાલીગંજના સિંગોડી પોલીસ સ્ટેશનના વિસ્તાર દેવરિયાં ગામમાં ઘટી છે. મોતને ભટેનારની ઓળખ ગુડ્ડુ દેવીના નામે થઈ છે. આરોપીએ પહેલાં ધારદાર હથિયાર સાથે મહિલા પર હુમલો કર્યો બાદમાં મોંઢામાં ગોળી મારી દીધી, ઘટના સ્થળે જ મહિલાનું મોત થઈ ગયું હતું. પોલીસે મહિલાના હત્યારા સુંદર યાદવની ધરપકડ કરી લીધી છે.

આરોપીનું ગુડ્ડુદેવીના દીકરાની વહુ સાથે અફેર હતું. પાલીગંજના ડીએસપી -૧ પ્રિતમ કુમારે જણાવ્યું છે કે મરનારની વહુનું ઘણા દિવસથી ગામના જ એક યુવક સુંદર યાદવ સાથે છાનગપતિયાં ચાલચા હતા. આ ઘટનાની જાણ થતાં સાસુએ દીકરાની વહુને ધમકાવી હતી. જેની જાણ સુંદર યાદવને થતાં તે નારાજ થઈ ગયો હતો. ગુરૂવારે રાતે બધા સૂઈ ગયા બાદ સુંદર યાદવ ઘરમાં ઘૂસ્યો હતો તેણે ગુડ્ડુદેવીના ગળા પર ધારદાર હથિયારથી ઘા કર્યા બાદ તેમના મોંઢામાં ગોળી મારી હતી. પોલીસે સુંદર યાદવની ધરપકડ કરી લીધી છે. જેની પાસેથી પોલીસને એક દેશી કટ્ટો મળી આવ્યો છે. મહિલાની લાશ પાસેથી પોલીસે એક તલવાર જેવું હથિયાર પણ મળી આવ્યું હતું. સુંદર મહિલા ગુડ્ડું દેવીના દીકરા સાથે રાજસ્થાનમા મજૂરી કામ કરતો હતો. એ સમયે એમના દીકરાની વહુ રાજસ્થાનમાં રહેતી હતી. એ સમયે બંને વચ્ચે આંખો મળી હતી. બંને જણા તહેવારોના પ્રસંગમાં ઘરે આવ્યા હતા. સુંદર વારંવાર ઘરે આવતાં સાસુને શંકા ગઈ હતી. આ વાતથી નારાજ થઈને સુંદર યાદવે ગુડ્ડુ દેવીના પતિ સામે જ એમની હત્યા કરી દીધી હતી.

(11:43 AM IST)