<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

...લશ્કર-એ-તૈયબાનો સીઇઓ બોલું છું, પાછળનો દરવાજો બંધ કરો, ઈલેક્ટ્રીક કાર ખરાબ થઈ ગઈ છે ! રિઝર્વ બેંકના કસ્ટમર કેર ઉપર આવ્યો ફોન અને..

દિલ્હી: શનિવારે રિઝર્વ બેંકના કસ્ટમર કેર નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો, ફોન લાઇન પર હાજર વ્યક્તિએ કહ્યું કે તે લશ્કર-એ-તૈયબાનો સીઇઓ છે અને પાછળનો દરવાજો બંધ કરો, ઈલેક્ટ્રીક કાર ખરાબ થઈ ગઈ છે,  તેમ કહી ફોન કટ કરી દીધો. 

 

ધમકીભર્યા કોલને ગંભીરતાથી લેતા, રિઝર્વ બેંકના સિક્યોરિટી ગાર્ડ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

 

કોઈ તોફાની તત્વોએ આ કૃત્ય કર્યું હોવાનું મનાય છે. આ તત્વને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..

(11:47 AM IST)