<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

કંગના રણોત અને રાહુલ ગાંધી વચ્ચે શાબ્દિક ચાબખાની રમઝટ બોલી

ભાજપના સાંસદ કંગના રણોત અને કોંગ્રેસના દિગ્વેજ નેતા તથા સાંસદ રાહુલ ગાંધીના શાબ્દિક ચાબખા ભારે ચર્ચામાં છે.. 

રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે જો બાયડને, તેમની યાદદાસ્ત ગુમાવી છે; તેવી જ રીતે મોદીજી પણ યાદદાસ્ત ગુમાવી રહ્યા છે. 

કંગના રણોતે વળતો ઘા ઝીંક્તા કહ્યું કે  તમે તો ચિઠ્ઠી વાંચ્યા વિના એક મિનિટ પણ બોલી શકતા નથી. વડાપ્રધાન મોદીજી કોઈપણ કાગળમાં વાંચ્યા વિના પુરા કોનફીડન્સ અને જાણકારી સાથે ભાષણ કરી શકે છે. તેના લીધે જ તેઓ વૈશ્વિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ અને અસરકર્તા નેતાઓ માંહેના એક ગણાવાઈ રહ્યા છે..

(11:50 AM IST)