<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

યુક્રેનમાં રશિયાની જબ્બર એર સ્ટ્રાઇક: પાટનગર કિવ ઉપર ૬૦ મિસાઈલ છોડી, બંકરમાં છુપાયા હજારો લોકો: યુક્રેન પર કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

રશિયાએ યુક્રેન પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો યુક્રેનની રાજધાની કિવ પર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ ૬૦ મિસાઈલ છોડી છે. આ યુક્રેન પર કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે બંકરોમાં છુપાયા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં રશિયા દ્વારા યુક્રેન પર ઘણાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, સાથોસાથ  અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ શાંતિની ફોર્મ્યુલા સાથે આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ જીત્યા બાદ યુક્રેનના પ્રમુખે આશા વ્યક્ત કરી હતી કે તેમને ટ્રમ્પનું સમર્થન મળશે અને હવે આ યુદ્ધ બંધ થઈ જશે. 

આટલું જ નહીં એવા અહેવાલો પણ આવ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુતિન સાથે વાત કરી હતી અને તેમને આ યુદ્ધ રોકવા માટે કહ્યું હતું, દરમિયાન હવે આ હુમલાના અહેવાલ સામે આવ્યા છે. જોવાનું રહ્યું કે હવે શું થાય છે...

(12:33 PM IST)