તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
ઝાંસી અગ્નિકાંડ મામલે UP સરકાર અને DGPને માનવાધિકાર પંચની નોટિસ
હોસ્પીટલમાં આગની ઘટના અંગે 7 દિવસમાં માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ ઉત્તર પ્રદેશ સરકાર અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરી છે. પંચે શનિવારે કહ્યું કે તેણે ઝાંસીની એક હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગની ઘટનામાં 10 નવજાત બાળકોના મોત થયા છે. આ ઘટનાના સમાચારને ચિંતાજનક ગણાવતા પંચે એક સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. પંચે કહ્યું કે આ ઘટના સાથે જોડાયેલા સમાચાર ખરેખર ચિંતાજનક છે અને બેદરકારી દર્શાવે છે. જેના કારણે પીડિતોના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું છે કારણ કે તેઓ સરકારી સંસ્થાની દેખરેખ હેઠળ હતા.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે શુક્રવારે રાત્રે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ કેર યુનિટ (NICU) માં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 નવજાત શિશુઓના મૃત્યુ થયાના મીડિયા અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં 16 બાળકો ઘાયલ થયા છે, જ્યારે 37ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
