તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
પોસ્ટ ઓફિસની લોકપ્રિય કિશાન વિકાસ પત્ર સ્કીમઃ ૧૧પ મહિનામાં પૈસા ડબલ

નવી દિલ્હી: દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી બચત કરે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમને ન માત્ર મજબૂત વળતર મળે પરંતુ પૈસા પણ સુરક્ષિત રહે. આવી જ એક પોસ્ટ ઓફિસ સ્કીમ કિસાન વિકાસ પત્ર અથવા KVP સ્કીમ છે, જેમાં ખાસ વાત એ છે કે તે 115 મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરી દે છે.
જો તમે પણ કોઈ જોખમ લીધા વિના વધુ પૈસા કમાવવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર (KVP)ની આ લોકપ્રિય યોજના શાનદાર સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને વધુ નફો આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી 115 મહિનામાં પૈસા બમણા થઈ જાય છે (ડબલ ઈન્કમ સ્કીમ). તમે 100 ના ગુણાંકમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. ખાસ વાત એ છે કે આમાં કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે ઈચ્છો તેટલા પૈસા રોકાણ કરી શકો છો.
કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ, સિંગલ અને ડબલ બંને ખાતા ખોલી શકાય છે. આ સરકારી યોજના હેઠળ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે ખાતું ખોલાવી શકાય છે. આની મદદથી વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે. આની પણ કોઈ મર્યાદા નથી. 2, 4, 6 કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમે ઈચ્છો તેટલા ખાતા ખોલાવી શકો છો.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
