<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

આમ આદમી પાર્ટીને વધુ એક જાટકોઃ સરકારમાં મંત્રી અને વરિષ્‍ઠ નેતા કૈલાશ ગેહમલોતે કર્યા રામરામ

મુખ્‍યમંત્રી પદે કેજરીવાલે આતિશીની પસંદગી થતા અનેક સીનીયર નેતાઓ નારાજ થયેલ

નવી દિલ્હી,: દિલ્હીમાં આમ આદમી પાર્ટી નો મોટો ફટકો પડ્યો છે. સરકારના મંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે જ કૈલાશ ગેહલોત ના આ રાજીનામાથી માત્ર આમ આદમી પાર્ટીને જ નહીં પરંતુ અંગત રીતે અરવિંદ કેજરીવાલને પણ ભારે નુકસાન થઈ શકે છે.

કૈલાશ ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી હતા.. અગાઉ કેજરીવાલના મુખ્યપ્રધાનપદ હેઠળ દિલ્હીના નાણામંત્રાલયનો હવાલો પણ સંભાળી ચૂક્યા હતા. રાજકીય વર્તુળો એવું માન છે કે, કેજરીવાલે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું ત્યારે આ હોદ્દાના સૌથી મોટા દાવેદાર કૈલાશ ગેહલોત હતા, પરંતુ કેજરીવાલે આતિશીની પસંદગી કરતાં AAPના ઘણા વરિષ્ઠ નેતાઓ નારાજ થયા હતા. કદાચ એ જ કારણે ગેહલોતે પક્ષ છોડી દીધો હોવાની પ્રાથમિક સંભાવના જણાય છે.

કૈલાશ ગેહલોતે પક્ષ અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપતી વખતે લાંબો પત્ર પણ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, કેજરીવાલે કેન્દ્ર સાથે લડાઈ કરવામાં સમયનો ઘણો બગાડ કર્યો છે. આમ આદમી પાર્ટી માત્ર રાજકીય એજન્ડા માટે લડે છે. કેજરીવાલે પોતે વિશાળ બંગલો બંધાવ્યો છે. AAP પાર્ટી પ્રજાના મુદ્દા ઉઠાવતી નથી. અમે વચન આપ્યું હતું છતાં યમુના નદી સ્વચ્છ કરી શક્યા નથી. AAP સરકાર દિલ્હીની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે તેમ નથી તેમ ગેહલોતે તેમના વિસ્તૃત પત્રમાં લખ્યું છે.

(1:36 PM IST)