<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

વંદે ભારત ટ્રેનના નાસ્તામાં જંતુ મળી આવ્યું: રેલવેએ કોન્ટ્રાક્ટરને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો

તિરુનેલવેલી-ચેન્નઈ એગ્મોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20666 માં મુસાફરી કરી રહેલા પેસેન્જરને પીરસવામાં આવેલા નાસ્તામાં ત્રણ કીડા મળ્યા

નવી દિલ્હીઃ ખાદ્ય ચીજોમાં જીવજંતુઓ નીકળવાની ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ સમયાંતરે ક્યાંકને ક્યાંક આવી ઘટના સામે આવતી રહે છે. હવે વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. તિરુનેલવેલી-ચેન્નઈ એગ્મોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20666 માં મુસાફરી કરી રહેલા પેસેન્જરને પીરસવામાં આવેલા નાસ્તામાં ત્રણ કીડા મળ્યા હતા. આ નાસ્તો તેને મદુરાઈ સ્ટેશ પર આપવામાં આવ્યો હતો. મદુરાઈ સ્ટેશનથી રવાના થયા બાદ તરત જ તેણે ફરિયાદ નોંધાવી હતી.

   યાત્રા દરમિયાન આપવામાં આવેલા સાંભારમાં કીડો મળ્યા બાદ દક્ષિણ રેલવેએ ખુલાસો જાહેર કર્યો છે. રેલવેએ મુસાફરની માફી માંગી અને લાયસન્સ ધારક સામે કાર્યવાહી કરવાનો વાયદો કર્યો. અધિકારીઓ અનુસાર ઓનબોર્ડ મેનેજર, સીઆઈઆર, મુખ્ય વાણિજ્યિક નિરીક્ષક અને સહાયક વાણિજ્યિક પ્રબંધકે વૃંદાવન ફૂડ પ્રોડેક્ટસ તરફથી તિરુનેલવેલી બેસ કિચન તરફથી આપવામાં આવેલા ફૂડની ચકાસણી કરી હતી

  જે મુસાફરને આ અનુભવ થયો હતો તેણે લખ્યું, જો તમારા બાળકોને આવું જમવાનું આપો તો ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. ઈડલી પર રંગના નિશાન છે. આ દરમિયાન તેની આસપાસના મુસાફરો તેને આ સાંભર મસાલા અને જીરા હોવાનું કહે છે. મુસાફરની ફરિયાદ બાદ રેલવે દ્વારા અન્ય ફૂડની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ મુશ્કેલી ન હોવાનું જાણવા મળ્યું હતું.

  રેલવેએ કહ્યું કે, બેદરકારી બદલ વૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ પર 50,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત આગળની કાર્યવાહી માટે વિચારણા કરવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે રેલવે ઘટનાની તપાસ કરી રહ્યું છે. મિની પેન્ટ્રી એન્ટ્રી પરીક્ષણમાં તે સ્વચ્છ જોવા મળી હતી. તેમજ કીડા મળી આવ્યા નહોતા.

(7:16 PM IST)