તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
અદાણી ટોટલ ગેસે ગેઈલ ઈન્ડિયા તરફથી ગેસ સપ્લાયમાં 13 ટકાના ઘટાડાની જાહેરાત બાદ સીએનજી અને પીએનજીના ભાવ વધવાના એંધાણ
વધુ એક મોંઘવારીનો માર: કંપનીના આ નિર્ણયની અસર શેર પર પણ જોવા મળશે

અદાણી ટોટલ ગેસે ગેઈલ ઈન્ડિયા તરફથી ગેસ સપ્લાયમાં 13 ટકા કાપની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ સીએનજી અને પીએનજીના ભાવ વધી શકે છે. જો કે કંપનીના આ નિર્ણયની અસર શેર પર પણ જોવા મળી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટને કારણે વાહનચાલકોને આશા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ, હવે CNG અને PNGની કિંમતોને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.
અદાણી ગ્રૂપની ગેસ કંપની અદાણી ટોટલ ગેસે ગેઈલ ઈન્ડિયા તરફથી ગેસ સપ્લાયમાં 13 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ કાપ શનિવારથી લાગુ થઈ ગયો છે. આ જાહેરાત બાદ સીએનજી અને પીએનજીના ભાવ વધી શકે છે.
અદાણી ટોટલ ગેસે કહ્યું કે આનાથી કંપનીના નફા પર નકારાત્મક અસર પડી શકે છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, નફાકારકતાનો અભાવ સમગ્ર CGD (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) ઉદ્યોગમાં વ્યાપક છે. કંપની આ અંગે હિતધારકો સાથે ચર્ચા કરી રહી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપનીના નફા પર તેની વિપરીત અસર પડી શકે છે.
આ વર્ષે ઓક્ટોબરમાં અદાણી ટોટલ ગેસે તેની કિંમતમાં 16 ટકાનો ઘટાડો કર્યો હતો. કંપની દ્વારા આ બીજો કટ છે. હાલમાં અદાણી ટોટલ ગેસ CGD બિઝનેસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અદાણી ટોટલ ગેસ ઘરેલું, વ્યાપારી, ઔદ્યોગિક અને વાહન વપરાશકારોને કુદરતી ગેસનો સપ્લાય કરે છે.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અદાણી ટોટલ ગેસનો શેર BSE પર 0.75 ટકાના વધારા સાથે રૂ. 684.15 પર બંધ થયો હતો. BSE વેબસાઇટ અનુસાર, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (અદાણી ટોટલ ગેસ એમ-કેપ) રૂ. 75,243.51 કરોડ છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
