<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

મણિપુર: NPPએ ભાજપ સરકાર પાસેથી સમર્થન પરત ખેંચ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પરત લેવાનું એલાન કરી દીધું છે. NPPએ કહ્યું છે કે, 'મુખ્યમંત્રી પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યા છે.'.


મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પરત લેવાનું એલાન કરી દીધું છે. NPPએ કહ્યું છે કે, 'મુખ્યમંત્રી પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યા છે.'.


મણિપુરની હાલની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી. બેઠકમાં મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. ગઈકાલે ગૃહમંત્રી આ મુદ્દે વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરશે. આજે જ મહારાષ્ટ્રમાં પોતાના રાજકીય કાર્યક્રમ રદ કરી ગૃહમંત્રી દિલ્હી પહોંચ્યા હતા. ગત કેટલાક દિવસોથી મણિપુરમાં સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ બનેલી છે

(8:59 PM IST)