<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

દિલ્હી NCRની હવા વધુ ઝેરી બની : GRAP 4 નિયંત્રણો લાગુ: BS4 કાર અને ટ્રકના પ્રવેશ પર પાબંધી :બાંધકામ પર પ્રતિબંધ

દિલ્હી NCRની હવા સતત ગંભીર સ્થિતિમાં:લોકોને શ્વાસ લેવામાં તકલીફ:સરકારે દિલ્હી NCRમાં GRPA સ્ટેજ-IV પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં જેમ જેમ ઠંડી વધી રહી છે, હવા પણ ખરાબ થઈ રહી છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. રાજધાનીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, સરકારે દિલ્હી NCRમાં GRPA સ્ટેજ-IV પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો 

   આ નિયંત્રણો સોમવાર, 18 નવેમ્બરથી અમલમાં આવશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હી NCRમાં AQI રવિવારે 441ને પાર કરી ગયો હતો અને રાત સુધીમાં તે 457 પર પહોંચી ગયો હતો. આ અંગે સબ કમિટીએ બેઠક બોલાવી હતી, જેમાં ઝડપથી વધી રહેલા પ્રદૂષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, પેટા સમિતિએ દિલ્હી એનસીઆરમાં સુધારેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-4 ના નિયંત્રણો લાગુ કર્યા


 

(9:42 PM IST)