<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો વધુ એક મોટો હુમલો : મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીફ હુમલામાં માર્યો ગયો

હિઝબુલ્લાહના અધિકારીએ કહ્યું કે મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીફ હુમલામાં માર્યો ગયો.

ઈઝરાયેલે હિઝબુલ્લાહ પર હુમલો કરવાની શક્તિ વધારી દીધી છે. ઈઝરાયેલની સેના હિઝબુલ્લાહને ખતમ કરવા માટે સતત હુમલા કરી રહી છે. રવિવારે, IDF ને બીજી મોટી સફળતા મળી. IDFએ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીફને મારી નાખ્યો છે. અફિફનું મોત ઇઝરાયેલ માટે મોટી સફળતા અને હિઝબુલ્લાહ માટે મોટો ફટકો છે

    હિઝબુલ્લાહના એક અધિકારીએ જણાવ્યું કે, રવિવારે ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહનો મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીફ માર્યો ગયો છે. સેન્ટ્રલ બેરૂતમાં ઈઝરાયેલના હુમલામાં અફીફ માર્યો ગયો હતો. સપ્ટેમ્બરમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી વધી અને લાંબા સમયથી હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહની હત્યા કર્યા પછી, આફિફ મીડિયામાં તેના સંગઠનનો બચાવ કરી રહ્યો હતો

  ઈઝરાયેલે ભલે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ સહિત અનેક ટોચના નેતૃત્વને મારી નાખ્યા હોય, પરંતુ હિઝબુલ્લા તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. IDFએ રવિવારે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાએ શનિવારે ઉત્તરી ઇઝરાયેલના શહેર હાઇફામાં એક સિનાગોગ પર સીધો રોકેટ હુમલો કર્યો હતો. આઈડીએફે દાવો કર્યો છે કે હિઝબુલ્લાહે 7 ઓક્ટોબરથી ઈઝરાયેલી નાગરિકો પર 15,000 થી વધુ રોકેટ છોડ્યા છે.

   આ પહેલા ગુરુવારે લેબનીઝ રાજધાની બેરૂતના પૂર્વી શહેર બાલબેકમાં સિવિલ ડિફેન્સ સેન્ટર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 12 બચાવકર્મીઓ માર્યા ગયા હતા. લેબનોન પર આ હવાઈ હુમલાના થોડા કલાકો પહેલા સીરિયાના સરકારી મીડિયાએ કહ્યું હતું કે ઈઝરાયેલના હુમલામાં તેના 15 લોકો માર્યા ગયા છે. લેબનીઝ કટોકટી કામદારો ઇઝરાયેલી હુમલામાં નાશ પામેલા બચાવ કેન્દ્રમાં તેમના ફસાયેલા સાથીઓની શોધમાં કાટમાળ સાફ કરતા જોવા મળ્યા હતા.

(10:49 PM IST)