તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
ભારતીય જેનેરિક ફાર્મેસી મૉડલની દુનિયામાં ધૂમ
હવે નેપાલ, શ્રીલંકા, ભૂતાન, ધાના, સુરીનામ, નિકારગુઆ, મોઝામ્બિક, સોલોમન વ્દીપ અને તાલીબાન શાસિત અફઘાનિસ્તાન પણ જન ઔષધી કેન્દ્ર ખોલવા પર વિચાર

નવીદિલ્હી: દશથી વધુ દેશ જનતાને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવાને માટે ભારતની જેનેરિક ફાર્મેસી મોડલને અપનાવવા પર વિચાર કરી રહી છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જુલાઈમાં મૉરિશસ અંતરરાષ્ટ્રીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા વાળો પ્રથમ દેશ બની ગયો, તેથી તેને ભારતની ફાર્માસ્યૂટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ બ્યુરો થી લગભગ ૨૫૦ ઉચ્ચ ગુણવત્તા વાળી દવાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળી. તેમાં કાર્ડિયોવૈસ્કુલર એનાલ્જેસિક ઑપ્થાલ્મિક અને એન્ટી એલર્જીક દવાઓ સામેલ છે.
હવે નેપાલ, શ્રીલંકા, ભૂતાન, ધાના, સુરીનામ, નિકારગુઆ, મોઝામ્બિક, સોલોમન વ્દીપ અને તાલીબાન શાસિત અફઘાનિસ્તાન પણ જન ઔષધી કેન્દ્ર ખોલવા પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બુરકીનાન ફાસો, ફિજી વ્દીપ સમૂહ, તથા સેન્ટ કિટ્સ તેમજ નેવિસ આ યોજનાને લાગુ કરવામાં મદદને માટે સરકારની સાથે વાતચીત કરી રહી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના (પીએમબીજેપી) એક જન કલ્યાણકારી યોજના છે, જેને નવેમ્બર-૨૦૦૮ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. જન ઔષધી કેન્દ્રોના માધ્યમથી આમ જનતાને સસ્તી કિંમતો પર ગુણવત્તાપૂર્ણ દબાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ૨૦૧૪માં દેશમાં ફક્ત આધિકારીક આંકડા અનુસાર સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી દેશભરમાં કુલ ૧૩,૮૨૨ જન ઔષધિ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી ચૂક્યા છે. સપ્ટેમ્બરમાં આ કેન્દ્રોએ રૂ.૨૦૦ કરોડનું રેકોર્ડ વેચાણ પણ કર્યું છે, જે પીએમબીજેપી ના ઇતિહાસમાં સૌથી વધુ માસિક વેચાણ છે. છેલ્લા ૧૦ વર્ષોમાં આ વિતરણ કેન્દ્રોના માધ્યમથી રૂ.૬,૧૦૦ કરોડની દવાઓનું વેચાણ થયું છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
