તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
ઘરમાં ચિકન લઈ આવ્યો શખ્સ-વેજીટેરિયન ભાઈઓએ ગળું દાબીને મારી નાખ્યો
પોલીસે હત્યાના આરોપસર બંને ભાઈઓની ધરપકડ કરી છે : મૃતકની ઓળખ અંશુલ તરીકે થઈ છે

ભોપાલ, તા.૧૮: મધ્યપ્રદેશના ભોપાલમાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આપણા સમાજમાં વેજીટેરિયન અને નૉનપ્રવેજીટેરિયન આ બે પ્રકારના લોકો જીવે છે. ખાસ તો જે લોકો વેજીટેરિયન હોય છે તોએને નૉનપ્રવેજ ફૂડ પ્રત્યે જ નહીં પણ તે ખાનાર લોકો પર પણ સૂગ ચડતી હોય છે. અહીં ભોપાલમાં એક એવો જ કિસ્સો બન્યો છે જેમાં એક શખ્સ પોતાના ઘરમાં ચિકન લઈ આવ્યો હતો. જોકે, એનો પરિવાર વેજીટેરિયન હતો. આ જ કારણોસર બે ભાઈઓએ મળીને ચિકન લાવનાર પોતાના જ ભાઈની કતલ કરી નાખી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે તો પોલીસે હત્યાના આરોપસર બંને ભાઈઓની ધરપકડ કરી છે. મળતકની ઓળખ અંશુલ તરીકે થઈ છે.
વાત કૈંક એમ છે કે આ જે અંશુલ નામનો શખ્સ છે. તે ઘરમાં તો નહીં પરંતુ બહાર જાય ત્યારે અવારનવાર નૉનપ્રવેજ ફૂડ ખાતો હતો. આ જ રીતે શુક્રવારે જ્યારે તે રાત્રે નશાની હાલતમાં ઘરે આવ્યો ત્યારે તે પોતાની સાથે જમવા માટે ચિકન લઈને આવ્યો હતો, જેના કારણે તેના પરિવારના સભ્યોને સૂગ ચડી હતી, કારણકે તેઓ કોઈ નૉનપ્રવેજ ખાતાં નહોતા.
રાત્રે આવીને તેણે રસોડામાં જઈને ચિકન ખાવા માંડ્યું હતું. હવે બન્યું એમ કે આ ભાઈએ જમતી વખતે પોતના બીજા ભાઈઓ અમન અને કુલદીપ કે જે વેજીટેરિયન હતા. તેઓને ચીડવવાનું શરૂ કર્યું હતું. તેઓની સામે તેણે ચિકન કાઢીને બતાવ્યું હતું. જેનાથી બંને ભાઈઓને અંશુલ પર સૂગ ચડી હતી અને બંને ગુસ્સે થઈ ગયા હતા. રોષે ભરાયેલા બંને ભાઈઓએ અંશુલ સાથે ઝગડો કરવાનું શરૂ કરી નાખ્યું હતું. પછી તો ત્રણેય ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વાત આટલેથી ન પતિ જતાં આગળ વધી ગઈ અને બંને ભાઈઓએ દોરડા વડે અંશુલનું ગળું દાબી દીધું.
પોલીસને ખાનગી હોસ્પિટલમાંથી જે પ્રકારે માહિતી મળી છે એ પ્રમાણે વાત કરીએ તો મળતક અંશુલને તેના પરિવાર દ્વારા જ એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેની પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. હોસ્પિટલ પહોંચતા જ ડોકટોરોએ તેને મળત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ પોલીસ દ્વારા મળતક પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેના પગલે અંશુલના બે ભાઈઓને કરતૂત સામે આવી હતી, પોલીસ તે બંનેને પકડી લીધા છે.
અંશુલના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં પુષ્ટિ થઈ હતી કે તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. બંને ભાઈઓએ અને માતાએ પોતાનો ગુનો કબૂલી લીધો. જોકે, પોલીસે આ કેસ માં અંશુલની માતાને આરોપી બનાવી હતી કારણ કે તે હત્યાને છુપાવીને ગુનામાં સંડોવાયેલી હતી.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
