તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
પીએમએ અક્ષયકુમાર સાથે હાથ મિલાવીને પુછયું...કેમ છો ભાઇ ?

નવી દિલ્હી, તા.૧૮: બોલીવૂડના ખિલાડી એટલે અક્ષય કુમાર અને રાજકારણના ખેલાડી જો કોઈને કહેવા હોય તો તે પીએમ મોદી સિવાય બીજું કોઈ હોઈ જ ના શકે. પરંતુ જરા વિચાર કરો જ્યારે આ બે ખેલાડીઓ એતક સાથે જોવા મળે તો? ભાઈ વિચારવાનું શું છે ચાલોને અમે તમને દેખાડી જ દઈએ.
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોમાં અક્ષય કુમાર અને વડાપ્રધાન મોદી સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં પીએમ મોદી અને અક્ષય બંને એકબીજાના હાલચાલ પૂછતા જોવા મળે છે. અક્કીએ આ મુલાકાતનો ફોટો પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જેમાં અક્કી પીએમ મોદીને મળીને ખુશ થઈ જાય છે અને પીએમ મોદીનો હાથ પકડીને ઊભો છે.
આ ફોટો શેર કરીને અક્કીએ કેપ્શનમાં લખ્યું છે કે આપણા માનનીય વડા પ્રધાન મોદીજી સાથે એક ઈવેન્ટમાં મુલાકાત થઈ અને તેમને સાંભળવાનો અવસર મળ્યો. એમણે ભારતની પ્રગતિ અને વિકાસ માટેની વાતો કરી હતી. આ સિવાય હજી એક અક્કી અને પીએમ મોદીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અક્કી, પીએમ નરેન્દ્રી મોદીને મળે છે અને પીએમ મોદી એમની સાથે હાથ મિલાવીને કહે છે કે કેમ છે ભાઈ?
અક્ષય કુમાર અને પીએમ મોદીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ પર અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. યુઝર્સ પીએમ મોદી અને અક્ષયના વખાણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં અક્ષય કુમારે વડા પ્રધાન મોદીનો એક ઈન્ટરવ્યું કર્યો હતો અને આ વીડિયોમાં પીએમ મોદીનો હલકો ફૂલકો અંદાજ જોવા મળ્યો હતો જેના બધાએ વખાણ કર્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ કો અક્કી હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળ્યા હતા અને આ પહેલાં તેસ્ત્રી-ટુમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. હવે અક્ષય ટૂંક સમયમાં જોલી એલએલબી ૩, સ્કાય ફોર્સ અને હાઉસફૂલ-૫, કનપ્પા અને હેરા ફેરી-૩ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
