<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

મણિપુરમાં હિંસા : ટોળાએ આગચંપી કરી, ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં લૂંટફાટ, સુરક્ષા દળોના ગોળીબારમાં એક વ્‍યક્‍તિનું મોત

મણિપુરના જીરીબામ જિલ્લામાં રવિવારે એક વ્‍યક્‍તિનું મોત થયું હતું અને અન્‍ય એક ઘાયલ થયો હતો : મળતકની ઓળખ અથૌબા નામના ૨૦ વર્ષીય યુવક તરીકે થઈ છે

 ઇમ્‍ફાલ,તા.૧૮ : મણિપુરના જીરીબામ જિલ્લામાં રવિવારે એક વ્‍યક્‍તિનું મોત થયું હતું અને અન્‍ય એક ઘાયલ થયો હતો. મળતકની ઓળખ અથૌબા નામના ૨૦ વર્ષીય યુવક તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. આ ઘટના જિરીબામ જિલ્લાના બાબુપુરામાં રાત્રે લગભગ ૧૧ વાગ્‍યાની છે.

અહેવાલ મુજબ, રવિવારે રાત્રે ગુસ્‍સે ભરાયેલા ટોળાએ જીરીબામ જિલ્લાના બાબુપુરા સ્‍થિત ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયોમાં તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા ટોળાએ સંબંધિત કચેરીઓમાંથી ફર્નિચરની વસ્‍તુઓ બહાર કાઢીને સળગાવી દીધી હતી. આ પછી, સુરક્ષા દળોએ ભીડને વિખેરવા અને પરિસ્‍થિતિનો સામનો કરવા માટે ગોળીબાર કર્યો. આ દરમિયાન અથોબાને ગોળી વાગી, જેના કારણે તેઓ ઘાયલ થયા અને બાદમાં તેમનું મળત્‍યુ થયું. આ ઘટના જીરીબામ પોલીસ સ્‍ટેશનથી લગભગ ૫૦૦ મીટરના અંતરે બની હતી.

માહિતી અનુસાર, સુરક્ષા દળોએ હિંસાગ્રસ્‍ત વિસ્‍તારોમાં ૧૦૭ ચોકીઓ અને ચેકપોસ્‍ટ સ્‍થાપિત કરી છે, જેમાં પહાડી અને ખીણ બંને વિસ્‍તારોનો સમાવેશ થાય છે. આ ચેકપોસ્‍ટ પર કોઈપણ

  પ્રકારના ઉલ્લંઘન માટે કોઈ શંકાસ્‍પદ વ્‍યક્‍તિની અટકાયત કરવામાં આવી નથી, જેના કારણે આ વિસ્‍તારમાં સુરક્ષા દળોની હાજરીની સકારાત્‍મક અસર જોવા મળી રહી છે.

આ સર્ચ ઓપરેશન હેઠળ, સુરક્ષા દળોએ નેશનલ હાઈવે-૨ (NH-2) પર આવશ્‍યક ચીજવસ્‍તુઓથી ભરેલા ૪૫૬ વાહનોની સલામત અવરજવર સુનિ?તિ કરી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્‍તારોમાં ચુસ્‍ત સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને સંવેદનશીલ માર્ગો પર સુરક્ષા કાફલો તૈનાત કરવામાં આવ્‍યો છે જેથી વાહનોની અવિરત અને સલામત અવરજવર સુનિヘતિ કરી શકાય.

(11:50 AM IST)