તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 18th November 2024
પ્રદૂષણ મૃત્યુના સ્તરે પહોંચ્યું : લાહોર અને મુલતાનમાં લોકડાઉન જાહેર : AQI ૨૦૦૦ને પાર
પંજાબમાં માત્ર એક અઠવાડિયામાં ૬૦૦,૦૦૦ થી વધુ લોકોને અસર થઈ છે અને છેલ્લા અઠવાડિયામાં ૬૫,૦૦૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

લાહોર, તા.૧૮: માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વધતા વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખતરનાક સ્તરે પહોંચવાને કારણે પાકિસ્તાનની પંજાબ સરકારે આવતા અઠવાડિયે લાહોર અને મુલતાનમાં ત્રણ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદી દીધું છે. આ બંને શહેરોમાં AQI ૨૦૦૦ને પાર કરી ગયો છે.
એઆરવાય ન્યૂઝ અનુસાર, આગામી શુક્રવાર, શનિવાર અને રવિવારથી લાહોર અને મુલતાનમાં લોકડાઉન સંપૂર્ણ અમલમાં રહેશે, જ્યારે સોમવાર, મંગળવાર અને બુધવારે સ્મોગની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. જો હવાની ગુણવત્તા બગડે તો વધુ લોકડાઉન લાદવામાં આવી શકે છે.
પાકિસ્તાનના માહિતી અને પર્યાવરણ સુરક્ષા મંત્રી મરિયમ ઔરંગઝેબે લાહોરમાં એકપ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો હતો અને ધુમ્મસને કારણે થતા આરોગ્યના જોખમોની તુલના COVID-19 રોગચાળાના જોખમો સાથે કરી હતી.
તેમણે કહ્યું કે ધુમ્મસને કારણે શ્વસન સંબંધી સમસ્યાઓમાં વધારો થયો છે, જેના કારણે પંજાબમાં માત્ર એક અઠવાડિયામાં ૬૦૦,૦૦૦ થી વધુ લોકોને અસર થઈ છે અને છેલ્લા અઠવાડિયામાં ૬૫,૦૦૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને ઓપીડીનો સમય રાત્રે ૮ વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
આ નિયંત્રણો લાદવામાં આવ્યા છે
ધુમ્મસને જોતા પંજાબ સરકારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ડઝનેક દુકાનો, મેરેજ હોલ અને રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે. આ લોકડાઉન દરમિયાન બસ સેવાઓ, શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય હોટલ અને રેસ્ટોરન્ટ ૮ વાગ્યા પછી કામ કરશે નહીં અને તમામ ખાનગી ઓફિસો ૫૦% ક્ષમતા સાથે કામ કરશે.
પાકિસ્તાનના કેટલાક શહેરોમાં કળત્રિમ વરસાદનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અઝરબૈજાનમાં COP 29 દરમિયાન પાકિસ્તાને વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
