તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
બીજેપી ધારાસભ્યનું ઘર ફૂંકાયું : ૫ જિલ્લામાં કફર્યુ : ૭માં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં બીજા દિવસે પણ હિંસા ચરમસીમાએ રહી : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગળહમંત્રી શાહ આજે ફરી એક બેઠક યોજશે

ઈમ્ફાલ,તા.૧૮ : મણિપુરમાં ૩ મહિલાઓ અને ૩ બાળકોના મળતદેહ મળ્યા બાદ હિંસા ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે. રવિવારે ગુસ્સે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલમાં બીજેપી ધારાસભ્ય કોંગખામ રોબિન્દ્રોના પૈતળક મકાનમાં તોડફોડ કરી હતી. આ પહેલા શનિવારે સીએમના જમાઈ, ભાજપના ૬ ધારાસભ્યો અને ૩ મંત્રીઓના ઘર પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આ સાથે અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. રાજ્યના ૭ જિલ્લામાં પહેલાથી જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. સ્થિતિને જોતા ૫ જિલ્લામાં કફર્યુ લાદી દેવામાં આવ્યો છે
તેના પર બીજેપી ધારાસભ્યના પિતાએ કહ્યું કે તેઓ ઘરે નથી, પરંતુ તેમની પાસે જે પણ સંદેશ હશે તે તેમના પુત્ર સુધી પહોંચાડશે. પોલીસનો દાવો છે કે ટોળાએ રાજ્યમાં તાજેતરની ઘટનાઓ અંગે ભાજપના ધારાસભ્યનું વલણ જાણ્યું હતું. મણિપુરમાં ૩ મહિલાઓ અને ૩ બાળકોના મળતદેહ મળી આવતા તણાવ ફેલાઈ ગયો હતો. આ સમાચાર લોકો સુધી પહોંચતા જ ગુસ્સે ભરાયેલી ભીડ હિંસક પ્રદર્શન પર ઉતરી આવી હતી.
બીજી તરફ મણિપુર સરકારે કેન્દ્રને રાજ્યમાં AFSPA પાછી ખેંચી લેવા જણાવ્યું છે. હિંસાને કારણે કેન્દ્ર સરકારે ૧૪ નવેમ્બરે ઇમ્ફાલ પヘમિના સેકમાઇ, લમસાંગ, લમલાઇ, જીરીબામ વિસ્તારો, ઇમ્ફાલ પૂર્વ, જીરીબામ, કાંગપોકપી અને બિષ્ણુપુર જિલ્લાઓમાં AFSPA લાગુ કરી હતી. રાજ્યની ભાજપ સરકારનો હિસ્સો NPP એ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ૬૦ સભ્યોની મણિપુર વિધાનસભામાં NPPના ૭ સભ્યો છે. જો કે, સરકારને કોઈ ખતરો નથી, કારણ કે બહુમતનો આંકડો ૩૧ છે અને ભાજપ પાસે ૩૨ ધારાસભ્યો છે.
બીજી તરફ ભાજપના પ્રચાર માટે મહારાષ્ટ્ર ગયેલા ગળહમંત્રી અમિત શાહ તમામ કાર્યક્રમો રદ્દ કરીને દિલ્હી પરત ફર્યા હતા. તેમણે રવિવારે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓને રાજ્યમાં શાંતિ સુનિヘતિ કરવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો. તેમણે સીઆરપીએફના મહાનિર્દેશક અનીશ દયાલને પરિસ્થિતિનો તાગ મેળવવા ઈમ્ફાલ મોકલ્યા. માનવામાં આવે છે કે અમિત શાહ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મોટી બેઠક કરશે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
