તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા એ CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) નવેમ્બરની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
ઉમેદવાર પોતાનો સ્કોરબોર્ડ icsi.edu થી ડાઉનલોડ કરી શકેશે : રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારને એપ્લિકેશન નંબર સાથે જન્મ તારીખની જરૂર પડશે

નવી દિલ્હી તા.૧૮ : ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા એ CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) નવેમ્બરની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર પોતાનો સ્કોરબોર્ડ icsi.edu થી ડાઉનલોડ કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારને એપ્લિકેશન નંબર સાથે જન્મ તારીખની જરૂર પડશે. પરીક્ષાનું આયોજન 9 અને 11 નવેમ્બરે રિમોટ-પ્રોક્ટર્ડ મોડમાં કર્યું હતું. CSEET રિઝલ્ટની સાથે જ ICSIએ પણ ઉમેદવારોને વ્યક્તિગત વિષય-વાર ગુણની વિગતો પણ શેયર કરી છે . ICSI એ CSEET નવેમ્બર 2024 સત્રનું ઔપચારિક ઈ-પરિણામ-કમ-માર્ક સ્ટેટમેન્ટ ઉમેદવારો દ્વારા ડાઉનલોડ કરવા માટે રિઝલ્ટની ઘોષણા પછી તરત જ વેબસાઇટ icsi.edu પર અપલોડ કર્યું છે. ઉમેદવારોને માર્કશીટની કોઈ પણ હાર્ડ કોપી નહીં આપવામાં આવે.
ICSI CSEET રિઝલ્ટ આવી રીતે ચેક કરો
• સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જવું પડશે.
• આ પછી તમારે હોમ પેજ પર આપેલ “ICSI CSEET November 2024” લિંક પર ક્લિક કરવાનું રહેશે.
• આ પછી તમારે લોગ ઇન કરવું પડશે અને સબમિટ પર ક્લિક કરવું પડશે.
• હવે તમારી સ્ક્રીન પર રિઝલ્ટ 2024 ખુલશે.
• હવે તમે પોતાના રિઝલ્ટને ધ્યાન ચેક કરો.
• આ બાદ તમે પોતાના રિઝલ્ટને ડાઉનલોડ કરો એન ભવિષ્ય માટે આનું પ્રિન્ટ આઉટ કાઢી લો.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
