તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
રામકથા પૂર્વે રેસકોર્સમાં ૧૦૮ કુંડી યજ્ઞ
ગાયત્રી મંત્રો, મહામૃત્યુંજય મંત્રો, ગણપતિ મંત્રો, લક્ષ્મીજીના મંત્રોની ઉર્જા ઉઠશે :ઇકો ફ્રેન્ડલી યજ્ઞમાં દિવ્ય મંત્રોની આહૂતિ અપાશે : પ્લાસ્ટીકના ઉપયોગ પર નિયંત્રણ : વૈદિક પરંપરાથી માહોલ વાઇબ્રેટ થશે

રાજકોટ, તા. ૧૮ : આગામી તા.૨૩ નવેમ્બરથી રેસકોર્સ મેદાન ખાતે પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની ‘માનસ સદભાવના' કથા માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓમાં રાજકોટના શ્રેષ્ઠીઓ, વિવિધ પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ, મહાજનો સહિત સૌ કોઈ આખરી ઓપ આપી રહ્યા છે, કથાના પ્રારંભ પહેલા એટલે કે તા. ૨૦ મી નવેમ્બરે સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ દરમિયાન ‘માનસ સદભાવના યજ્ઞ' યોજાશે.
૧૦૮ કુંડના આ યજ્ઞમાં ૨૧૬ યજમાનશ્રી, દાતાશ્રીઓ અને સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ જોડાશે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા બાદ રાજકોટમાં પૂ. મોરારિબાપુની કથા પ્રથમ વખત યોજાઇ રહી છે. રાજકોટમાં યોજાનાર આ વૈશ્વિક રામ કથા એ અદ્યતન સુવિધા સાથેના વિશાળ સદભાવના વળધ્ધાશ્રમના નિર્માણ અને સમગ્ર ભારતને ‘ગ્રીન ભારત' બનાવવાના સદભાવના વળદ્ધાશ્રમનાં સ્વપ્ન સાથે ચાલતા વળક્ષારોપણ મહાભિયાનના લાભાર્થે યોજાનાર છે માટે તે અનેક રીતે વિશેષ બનવાની છે.
આ વૈશ્વિક રામકથા ‘માનસ સદભાવના' માં દેવતાઓને આહવાન આપવા રેસકોર્સ મેદાન ખાતે યજ્ઞ યોજાશે , દરેક કુંડ પર એક એમ કુલ ૧૦૮ ઉપાચાર્ય યજ્ઞ કરાવશે, યજ્ઞમાં વિદ્વાન બ્રહ્મદેવતાઓ શાષાોક્ત વિધિથી ૅશ્રી રામ નામનીૅ આહુતિઓ અર્પણ કરશે, ઉપરાંત જેને સદબુધ્ધિનો મહામંત્ર માનવામાં આવે છે તે ગાયત્રી મંત્ર તથા મહામળત્યુંજય મંત્ર, શ્રી ગણેશ મંત્ર અને શ્રી લક્ષ્મી મંત્રો સાથે સમગ્ર રેસકોર્સ મેદાનમાં એક શુભ ઉર્જા અને આવરણ સર્જાશે. આ પવિત્ર આવરણ માત્ર રેસકોર્સ મેદાન જ નહીં પણ સમગ્ર રાજકોટના આકાશને પવિત્ર ઊર્જાથી ભરી દેશે અને વાતાવરણમાં પણ શુધ્ધ અને સાત્વિક વાઇબ્રેશન પ્રસારાવશે. આ યજ્ઞની સૌથી મોટી વિશેષતા એ છે કે આ યજ્ઞ ઇકો ફ્રેન્ડલી હશે, કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં, ઉપરાંત યજ્ઞ જે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે તે તમામ રિસાયકલ નેચરલ મટીરીયલ્સ જ વાપરવામાં આવશે.આ યજ્ઞનો માટે આર્થિક સહયોગ પણ સદભાવનાના એક એક ઘનિષ્ઠ સહયોગીઓએ શુભ ભાવના અને સદભાવના સાથે આપ્યો છે. યજ્ઞમાં યજમાનો ભારતીય પોષક ધોતી, ખેસ ધારણ કરશે. સમગ્ર વૈદિક પરંપરા સાથે આ યજ્ઞોથી રેસકોર્સ મેદાનમાં ઋષિ સંસ્કળતિના દર્શનની પણ ઝાંખી થશે.
‘માનસ સદભાવના યજ્ઞ' સમિતિના સર્વ ઉમેશભાઈ માલાણી (માલાણી કંસ્ટ્ર.) , ડી. કે. પટેલ (ચાર્ટડ એકાઉન્ટન્ટ), અમર ભાલોડીયા (ગેલેકસી ગ્રુપ, એસ. એન. કે. સ્કૂલ, રાજકોટ), પ્રતિક ડઢાણિયા (આર્કિટેક્ટ), હરિશ રાણપરા (ચાર્ટડ એકાઉન્ટન્ટ) સહિતના મહાનુભાવો યજ્ઞને ભવ્યાતિભવ્ય બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે
રકતદાતાઓ રપ૦૦૦ બોટલ રકત આપશે
રાજકોટનાં જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વળદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો ૭ બિલ્ડીંગ, ૧૧ માળ અને ૧૪૦૦ રૂમનો વળદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.૩૦૦ કરોડના ખર્ચે વળદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વળદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ છે. જે કોઈ આર્થિક- સામાજિક શ્રમદાન આપ્યું છે તેને વળદ્ધાશ્રમમાં જે વડીલો આશરો લે તેમના અંતરથી આશીર્વાદ મળે અને દરેક ઓરડામાં ખાલીપો નહિ પણ રાજીપો વ્યક્ત થાય તેવા શુભ ભાવથી આ વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક ૅમાનસ સદભાવનાઁ રામકથા નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ(વિનય જસાણી)નાં સહયોગથી તા.૨૩, નવેમ્બર, શનીવારના રોજ પોથીયાત્રા દરમ્યાન બપોરે ૩-૦૦ થી સાંજે ૭-૦૦ કલાક સુધી, રેસકોર્ષ ગ્રાઉન્ડ,રામકથા સ્થળ, રાજકોટ ખાતે ૨કતદાન કેમ્પ યોજાશે. સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલનાં ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે હજારો બોટલ રક્તદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંક આમંત્રણ આપી તેમની રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.
ગુજરાતની તમામ સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા અનોખી સેવા કરવામાં આવશે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પમાં જોડાવવા તેમજ આ પ્રકારના રક્તદાન કેમ્પનું કોઈ ને આયોજન કરવું હોય તો વિનય જસાણી (મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વળક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે તા.૨૩ નવેમ્બર-૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
