તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
આજે તેમની ૭૮ વર્ષની વયે પહોંચવા સુધીમાં પૂજ્ય શ્રી મોરારી બાપુએ તેમની વૈશ્વિક પહોંચ સાથે હર કથામાં રામ લલ્લાના જન્મની ઉજવણી કરવા સાથે ભારતભરમાં ૮૦૩ અને વિદેશમાં ૧૪૩ મળીને કુલ ૯૪૬ રામકથાઓ કરી

આજે તેમની ૭૮ વર્ષની વયે પહોંચવા સુધીમાં પૂજ્ય શ્રી મોરારી બાપુએ તેમની વૈશ્વિક પહોંચ સાથે હર કથામાં રામ લલ્લાના જન્મની ઉજવણી કરવા સાથે ભારતભરમાં ૮૦૩ અને વિદેશમાં ૧૪૩ મળીને કુલ ૯૪૬ રામકથાઓ કરી જેમાં બાબા અમરનાથ, વૈષ્ણોદેવી, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, કુરુક્ષેત્ર, વ્રજ ચૌરાસી, વારાણસી, પ્રયાગરાજ, હસ્તિનાપુર, નૈમિષારણ્ય, ઉજ્જૈન, બોકેશ્વર્ય, બૈકાવર્ય, બૈકાવર્ધ, ઓમનાથ ધનુષકોડી , રામેશ્વરમ, સોમનાથ , અંબાજી, અયોધ્યા સહિત ભારતના મુખ્ય વિસ્તારો અને મોટાભાગના તમામ તીર્થસ્થાનોમાં રૂબરૂ જઈને કથા યાત્રાઓ કરી છે તેમજ વિદેશની ધરતી પર કરેલી કથાઓમાં ટોરોન્ટો, એટલાન્ટા, પનામા, એમેઝોન રેઈનફોરેસ્ટ, લંડન, પેરિસ, સ્વિટ્ઝર્લેન્ડ, વેટિકન સિટી, એથેન્સ, દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, જોર્ડન, અબુ ધાબી, દુબઈ, રક્ષસ્તાલ, કૈલાશ, મલબોયસ, ભુષુન્દી, તેમજ મોરેશિયસ, સિંગાપોર, બાલી, હિરોશિમા, સિડની તેમજ ન્યુઝીલેન્ડ નો સમાવેશ થાય છે.
બાપુ આપણાં ગુજરાતના ગુજરાતી હોય તેઓ ગુજરાતમાં જ્યાં કયાંયપણ રામકથાઓ કરે છે તે બધીજકથાઓ આપણી માતળભાષા ગુજરાતી ભાષામાંજ કરે છે અને ગુજરાત સિવાયના બાકીના શેષ ભારતમાં અને વિદેશોમાં તેઓ જ્યાં કયાંયપણ રામકથાઓ કરે છે તે બધીજ કથાઓ આપણાં દેશની પ્રમુખ ભાષા હિન્દીમાંજ કરે છે.
પૂજ્ય બાપુની હર એક કથા ગોપી ગીતના ૧૯ શ્લોકોને પણ માનસ ગોપી ગીત તરીકે વર્ણવવા સાથે રામ કથાના નવ દિવસ સુધી પસંદ કરાયેલી ખાસ ચોપાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક કથામાં ‘સત્ય, પ્રેમ અને કરુણા'નો કેન્દ્રિય સંદેશો વહન કરે છે.
બાપુ તેમની રામ કથાના પઠન માટે કોઈ ચાર્જ લેતા નથી અને તેમના ઉપદેશો વય, લિંગ, જાતિ, સંપ્રદાય અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના નાણાકીય અથવા અન્ય પ્રતિબંધો વિના દરેક માટે ખુલ્લા છે.
આધ્યાત્મિક વિચારો અને સંત ઉપદેશોના પવિત્ર પાયા પર ઊભેલી પૂજ્ય બાપુની દરેક રામકથા નવ-દિવસીય પ્રવચનો સાથે સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશો ફેલાવીને આપણાં સનાતન હિન્દુ ધર્મના પ્રમુખ દેવ પ્રભુ શ્રીરામના હિન્દુઓના સૌથી પવિત્ર ગ્રંથ એવા શ્રીરામચરિતમાનસને ધર્મને બદલે રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા સાથે સાંકળીને વૈશ્વિક શાંતિના સિદ્ધાંત સાથે વિશ્વભરમાં વિસ્તારે છે.
આ ઉપરાંત બાપુ ધર્મને સત્ય, પ્રેમ અને કરુણા તરીકે વ્યાખ્યાયિત કરીને કહે છે કે ધાર્મિક હોવાનો પરંપરાગત વિચાર માત્ર મંદિરો અથવા ચર્ચમાં જવા અને ઉપવાસ કરવા સુધીનો મર્યાદિત છે પરંતુ સત્ય, પ્રેમ અને કરુણા તરીકે ધર્મનો વિચાર દેશો અને ખંડોની સીમાઓથી હદો ઓળંગીને આગળ વધે છે. બાપુની વિચારધારા ‘સુધારવા માટે નહીં, પરંતુ બધાને સ્વીકારવા' માટેની છે અને રામકથા સાંભળનારા કે તેમાં હાજરી આપનારને બાપુ તેમના અનુયાયીઓ તરીકે જોવને બદલે તેઓ તેમને ‘ફૂલો‘ તરીકે સંબોધિત કરે છે.
રામકથા ઉપરાંત બાપુ જીવનની આવશ્યક બાબતો વિશે પણ જાગળતિ લાવવા માટેના વિશેષ સંદેશાઓ ફેલાવે છે જે અસંખ્ય યુવા વ્યક્તિઓની રુચિને આકર્ષિત કરે છે જેના કારણે તેઓ પૂજ્ય બાપુની કથામાં હાજરી આપવા માટે પણ આકર્ષિત થાય છે. બાપુ તેમની શિખામણમાં લોકોને ઈર્ષ્યા, નિંદા, ટીકા અને દ્વેષના માનસિક સંકટમાંથી બહાર આવવાની સલાહ આપે છે.
બાપુ પર્યાવરણ સંબંધિત કારણોને પણ સમર્થન આપતા કહે છે કે ગાય આપણી માતા છે અને તેમના લાલન, પાલન અને પોષણ ખુબજ સારી રીતે કરવા જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ અને તેમને નુકસાન પહોંચાડવું જોઇએ નહીં. બાપુ ‘પ્રવાહી પરંપરા' એટ્લે કે ‘વહેતી પરંપરા'માં માને છે અને આ સાથે તેઓ ૨૧મી સદીમાં પ્રગતિશીલ ધોરણો માટે એવું કહે છે કે ધાર્મિક માન્યતાઓમાં કોઈપણ પ્રકારની સ્થિરતા ન હોવી જોઈએ. આ ઉપરાંત પૂજ્ય બાપુ વિશેષમાં એવું કહે છે કે આપણાં સનાતન ધર્મ હિન્દુનું સૌથી પવિત્ર ગ્રંથ શ્રીરામચરિતમાનસ એ દરેક વ્યક્તિ અને જીવના કલ્યાણ તેમજ વિકાસના માર્ગ માટે છે.
બાપુને પાંચ તત્વો ‘પંચતત્વ'ની ફિલસૂફીમાં અખૂટ શ્રદ્ધા છે અને તેમના જણાવ્યા મુજબ સનાતન ધર્મના પાંચ મુખ્ય તત્વો જે છે તે ભગવાન ગણેશ, પ્રભુ શ્રીરામ, ભગવાન કળષ્ણ, ભગવાન શિવ અને દેવી દુર્ગા છે જે તમામ માતા દેવીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ દુનિયાભરની તમામ ફિલસૂફી વેદ, ઉપનિષદ, પુરાણ, ભગવદ ગીતા અને રામાયણમાં પ્રાચીન કાળથીજ સમાયેલા છે.
બાપુ હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી, જન્માષ્ટમી, રામ નવમી, શ્રાવણ માસ અને નવરાત્રી જેવા સનાતન ધર્મના તહેવારોની ઉજવણી કરે છે અને તેનું મહત્વ સમજાવે છે અને શાકાહારને પ્રોત્સાહન આપે છે અને પવિત્ર તુલસી એટ્લે કે તુલસીનો છોડને ઘરમાં રાખવાની સલાહ આપે છે. પૂજ્ય શ્રીમોરારી બાપુ પોતે ભિક્ષાની પરંપરાને અનુસરે છે જે આપણાં સનાતન હિન્દુ ધર્મમાં એક પવિત્ર ધાર્મિક વિધિ છે જે કોઈપણ વ્યક્તિગત પસંદગી વિના ભિક્ષા તરીકે સ્વીકારે છે અને જે પીરસવામાં આવે છે તે ખાય છે.
પૂજ્ય શ્રીમોરારી બાપુએ પોતાની દરેક રામ કથાઓમાં પરોપકારને ખુબજ મહત્વ આપ્યું છે અને સમયની જરૂરિયાતોને આધારે વિવિધ સંભવિત સામાજિક કારણોમાં સક્રિય યોગદાન આપીને બાપુ નાનામાં નાના માણસ સુધી પહોંચ્યા છે. બાપુ માનવતાવાદી સહાય એટ્લે કે માનવ સેવામાં ખુબજ માને છે અને ભારતમાં તબીબી સુવિધાઓને ટેકો આપવા માટે તેમણે ઘણી રામ કથાઓ કરેલી છે.
સાલ ૨૦૧૨ના ડિસેમ્બર મહિનાની તારીખ ૮ થી ૧૬ના સમયગાળા દરમ્યાન પૂજ્ય શ્રીબાપુએ ‘ફાઇટ ફોર કેન્સર'ના બેનર હેઠળ ગુજરાત કેન્સર સોસાયટીને જરૂરિયાતમંદ કેન્સરના દર્દીઓને મદદ કરવા માટે અમદાવાદની પ્રખ્યાત કર્ણાવતી ક્લબ ખાતે ‘માનસ કેન્સર'ના નામથી ઓળખાતી તેમની ૭૩૯મી રામકથાનું આયોજન કરેલું જે નવ-દિવસીય કથામાંથી મળેલી રકમ આશરે રૂપિયા ત્રણ કરોડ કેન્સર પીડિતો માટે દાનમાં આપવામાં આવેલા તેમજ કિડનીના દર્દીઓ માટે ફંડ ઉઘરાવવા માટે પૂજ્ય શ્રીબાપુએ ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKRDC) અને ડો. એચ.એલ.ત્રિવેદી ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (ITS) અમદાવાદને સહાયરૂપિ થવા માટે તેમને ત્યાં સાલ ૨૦૧૫ના જાન્યુઆરી મહિનાની તારીખ ૨૪ થી ૧ ફેબ્રુઆરી સુધીના સમયગાળા દરમ્યાન તેમની ‘માનસ ધરમ' નામની ૭૭૦મી રામકથા કરેલી.
આ ઉપરાંત વર્ષ ૨૦૧૭માં પૂજ્ય બાપુએ ગુજરાતના સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર - ‘ખર્ચ-મુક્ત હોસ્પિટલ‘ માટે ‘માનસ સેવા યજ્ઞ‘ના નામથી તેમની ૮૨૬મી રામકથા કરેલી તો સાલ ૨૦૧૮માં બાપુએ નરગીસ દત્ત ફાઉન્ડેશન, મુંબઈના લાભાર્થે ‘માનસ રામ જનમ કે હેતુ આનેકા'ના નામથી ‘કેન્સરના દર્દીઓની સારવાર' માટે હાથ ધરવામાં આવેલા સેવાકાર્ય માટે તેમની ૮૨૮મી રામકથા કરેલી.
પૂજ્ય શ્રીબાપુએ ભારતીય સેના પર ગર્વ દર્શાવતા તેમની વિવિધ કથાઓ અને ભાષણો દરમિયાન હંમેશા ભારતના સૈનિકોને સમર્થન આપ્યું છે અને તેઓ વાઘા, ફિરોઝપુર, અમરનાથ અને અન્ય ઘણી ભારતીય સરહદો પર સ્વયં મુલાકાત લઈ ચૂકયા છે તો વર્ષ ૨૦૨૦ માં ગલવાન ખીણના એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા સૈનિકો માટે પણ બાપુએ પોતે દાનમાં ઘણૂજ ફંડ એકત્રિત કરાવ્યુ હતું.
વર્ષ ૨૦૧૭માં બાપુએ તેમની ૮૨૨મી ‘માનસ શહીદ‘ રામકથા સુરત ખાતે કરેલી જેમાં ભારતીય સેના માટે નિવળત્ત સૈનિકો અને તેમના પરિવારો માટે ભંડોળ એકત્ર કરવા માટે તેમજ સંઘર્ષમાં મળત પામેલા સૈન્ય કર્મચારીઓના પરિવારોને ખાસ ટેકો આપવા માટે આ કથાનું આયોજન કરાયેલુ જેણે વિશ્વભરમાં જાગળતિ પણ ફેલાવી હતી.
બાપુએ સાલ ૨૦૧૯ના પુલવામા હુમલામાં માર્યા ગયેલા દરેક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોના પરિવારને રૂપિયા એક લાખની સહાયની જાહેરાત કરી હતી તો મુંબઈના સૌથી બદનામ રેડ લાઇટ એરિયા કમાથીપુરામાં સેક્સ વર્કર્સ એટ્લે કે વેશ્યાઓને અધ્યાત્મિક માર્ગ ચીંધાડનારા શ્રીબાપુ પ્રથમ આધ્યાત્મિક નેતા હતા જેમણે ગણિકાઓના કલ્યાણ અર્થે વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનાની તારીખ ૨૨ થી ૩૦ દરમ્યાન આ સેક્સ વર્કર્સ માટે પવિત્ર શહેર અયોધ્યામાં ‘માનસ ગણિકા‘ નામથી તેમની ૮૪૧મી રામકથાનું આયોજન કરેલું જેમાં તેમનો સંદેશ સમાજના ઉપેક્ષિત, શોષિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને ગૌરવ આપવાનો હતો. પિતાની જેમ બાપુએ સેક્સ વર્કર્સ અને તેમના બાળકો કે જેઓ મુખ્ય પ્રવાહમાં જોડાવા માંગે છે તેમને સુવિધા આપવાની જાહેરાત કરીને સેક્સ વર્કરોના કલ્યાણ માટે રૂપિયા ત્રણ કરોડનું વચન આપવા છતાં તેનાથી બમણું એટ્લે કે રૂપિયા સાત કરોડનું દાન એકત્રિત કર્યું હતું. તેમણે સમાજના વંચિત વર્ગને સંબોધિત કરીને એવું ટાંકયું હતું કે પ્રભુ રામનું સમગ્ર જીવન સ્વીકળતિ અને સુધારા પરજ આધારિત હતું.
પૂજ્ય બાપુએ ટ્રાન્સજેન્ડરો માટે વર્ષ ૨૦૧૬ના ડિસેમ્બર મહિનાની તારીખ ૧૭ થી ૨૫ સુધીમાં ‘માનસ કિન્નર‘ ના નામથી ખાસ ટ્રાન્સજેન્ડરો એટ્લે કે કિન્નરો માટે મુંબઈના થાણે ખાતે આયોજન કરેલું જેથી સમુદાયો તેઓ કોણ છે તે માટે તેમને સ્વીકારે. કિન્નરો માટે આયોજિત કરાયેલી આ રામકથાથી ભારતીય ન્ઞ્ગ્વ્ કાર્યકર્તા લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ એવું કહેલું કે ‘વિશ્વમાં કોઈ આધ્યાત્મિક અથવા ધાર્મિક નેતાએ અમારા માટે આ પ્રકારનો સમુદાય કાર્યક્રમ કયારેય કર્યો નથી અને તે માટે હું પૂજ્ય બાપુનો ખુબજ આભારી છું'.
પૂજ્ય બાપુએ દલિત સમુદાય માટે પણ વર્ષ ૨૦૧૯માં ‘માનસ હરિજન‘ના નામથી તેમની ૮૫૪મી રામકથા દિલ્હી ખાતે કરેલી જેમાં બાપુએ એવું કહેલું કે હરિજન એટ્લે કે હરિનો જન એટ્લે કે ભગવાનના ઘરના માણસો એવો પવિત્ર અર્થ આપેલો અને ત્યારબાદ તેમણે ઘણા દલિત પરિવારોના ઘરની સુભેચ્છા મુલાકાતો પણ લીધી હતી.
પૂજ્ય બાપુએ ગાયોની સારસંભાળ અને ગૌશાળાઓની સ્થાપનાની હિમાયતો પણ કરી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બાપુની ઈચ્છા પર ‘ગીર' પશુઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે મોકલવામાં આવેલા. સાલ ૧૯૭૫ની આસપાસ બાપુએ શ્રીવિનોબા ભાવે સાથે મળીને ગાયોને બચાવવા માટે કતલખાનાઆ‘ બંધ કરવાની સફળ વિનંતીઓ પણ કરેલી હતી.
વર્ષ ૨૦૦૩માં પૂજ્ય બાપુએ ગાયોના લાભાર્થે કોઠારિયામાં ‘માનસ કામધેનુ'ના નામથી તેમની ૬૦૫મી રામકથા ૧૮ માર્ચથી ૨૬ માર્ચ સુધીમાં ગાયોના કલ્યાણ માટે કરી હતી જેમાં તેમણે રૂપિયા એક કરોડ એકત્ર કરીને દાનમાં આપ્યા હતા તેમજ ગાયોના કલ્યાણ માટે વર્ષ ૨૦૧૨માં ગોવર્ધનમાં ‘માનસ સુરધેનુ‘ નામથી બાપુએ તેમની ૭૩૮મી રામકથા કરી હતી જેના થકી બાપુએ આશરે ત્રણ કરોડ રૂપિયા એકત્રિત કરીને ગાયોના કલ્યાણ માટે દાન કર્યા હતા.
બાપુ જીવ અને સુષ્ટિ એમ બંનેને સમાંતર પ્રેમ કરે છે. તેમણે પ્રકળતિનું સમતોલન યોગ્ય રીતે જળવાય તે માટે સામૂહિક વળક્ષારોપણ માટેનું અભિયાન પણ ચલાવેલ છે અને સ્વચ્છતાની ઝુંબેશને સમર્થન આપી પ્રકળતિને બચાવવા માટે પ્લાસ્ટિકની થેલીઓનો શકય હોય તેટલો ઓછો ઉપયોગ કરવા અને બની શકે તો તેનો ઉપયોગ ટાળવાની ભલામણો પણ કરી છે. આ ઉપરાંત સુષ્ટિને ચોખ્ખી રાખવા માટે જાહેરમાં શોચ કરી ગંદકી નહીં ફેલાવવા અને જાહેર શૌચાલયની ઉપયોગિતા સમજાવી જાહેર શૌચાલયના નિર્માણ માટે ‘માનસ ભૂશુન્ડી દર્શન‘ નામથી તેમની ૪૧૬મી રામકથા સાલ ૧૯૯૧માં બારડોલી ખાતે કરી હતી.
શ્રીમોરારીબાપુએ રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ફાળો એકત્રિત કરવાના શુભ આશ્રયથી સાલ ૨૦૨૦ના જુલાઇ મહિનાની ૨૫મી તારીખથી ૨ ઓગસ્ટ દરમ્યાન તેમના ગામ તલગાજરડા નજીક સ્થિત પિથોરિયા ધામ ખાતે આવેલા જગ વિખ્યાત પિથોરિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ‘માનસ સમરથ' નામથી તેમની ૮૬૬મી રામકથા કરેલી જેમાં તેમણે રૂપિયા પાંચ કરોડ દાનમાં આપેલા અને કથામાં હાજર રહેલા તેમના ભક્તો અને શ્રોતાજનો કે જેમને તેઓ ફૂલ કહે છે તેમને પણ દાન કરવાનું કહેતા તેમના ફૂલોથી લગભગ રૂપિયા ઓગણીશ કરોડ જેટલી માતબર રકમ એકત્રિત થઈ ગયેલી કે જેને રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે દાનમાં આપવામાં આવેલી અને આમ રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે આવડી મોટી રકમનું યોગદાન કરીને બાપુ સૌથી મોટા દાતાઓમાંના એક એવા મોટા દાતા બનેલા.
બાપુએ કુદરતી આફતો જેવી કે પૂર, ચક્રવાત, પરમાણુ લીક, દુષ્કાળ, ધરતીકંપ જેવી ભારત અને વિદેશમાં બનવા પામેલી હોનારતો અને દુર્ઘટના સમયે મદદ અને સમર્થન આપવા માટે પોતે પણ ફાળો આપ્યો અને અને અન્ય લોકોને પણ ફાળો આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. બાપુએ ગુજરાતમાં તેમજ ઉત્તરાખંડમાં આવેલા પૂરો માટે રામ કથાઆ‘ કરીને તેમજ ૨૦૧૪માં કેદારનાથ મંદિરના પુનઃનિર્માણ માટે થઈને તેમની કથાઓ થકી આશરે રૂપિયા દસ કરોડનું યોગદાન આપ્યું છે તો વિદેશની ધરતી પર આવેલા દક્ષિણ આફ્રિકાના ચક્રવાત ઇદાઇ, ગુજરાતમાં આવેલા ચક્રવાત તૌકટે, ઓડિશામાં આવેલા વાવાઝોડું યાસ, જાપાનના થયેલા ફુકુશિમા પરમાણુ લીક તથા વર્ષ ૨૦૦૩માં આવેલા દુષ્કાળ તેમજ જમ્મુ અને કાશ્મીર પૂર દરમિયાન રામકથાનું પઠન કરીને ગૌશાળાઓને મદદ કરવા માટે આશરે રૂપિયા પાંચ કરોડનું દાન એકત્રિત કરેલું તેમજ સાલ ૨૦૦૧ના કચ્છ ભૂકંપ માટે આશરે રૂપિયા પંદર કરોડ જેવી મોટી રકમ એકત્ર કરીને તે રકમને દાનમાં આપેલી હતી.
વર્ષ ૨૦૧૯ના મહા વિનાશક કોવિડ-૧૯ના રોગચાળાના શરૂઆતના દિવસોમાં તારીખ ૨૫મી માર્ચ ૨૦૨૦થી ૨૪ મે ૨૦૨૦ સુધીના ૬૧ દિવસના સમયગાળા માટે કોઈપણ જીવંત પ્રેક્ષકોની હાજરી વિના બાપુએ ‘હરિકથા‘ નામથી રામકથા તેમના ગામ તલગાજરડા ખાતે કરી હતી તેમજ જ્યારે ઘણા લોકો તેમના ઘરો સુધી સીમિત હતા ત્યારે મુશ્કેલ સમયમાં આત્માઓને ઉત્તેજન આપવાના માર્ગ તરીકે આ કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રીબાપુએ વર્ષ ૨૦૨૧માં ‘માનસ મંદિર કથા‘, રાજુલા, ગુજરાત ખાતે કોવિડ દર્દીઓની સંભાળ માટે ગુજરાતના ૪ તાલુકાઓમાંથી ભંડોળ એકત્ર કરવા માટે કરી હતી જેમાંથી તેમણે અંદાજે રૂપિયા એક કરોડ એકત્રિત કરીને દાન કર્યા હતા તેમજ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં માનસ ભારત ચરિત્ર દરમિયાન રૂપિયા બાવીશ લાખ એકત્રીત કરીને દાન કર્યા હતા. આ ઉપરાંત પૂજ્ય બાપુએ રોગચાળા દરમિયાન વિવિધ શહેરોની સેક્સ વર્કરોને મદદ કરેલી કારણ કે તેઓ અસરગ્રસ્ત હતા અને તેમની સંભાળ લેનારૂ કોઈજ ના હતું.
બાપુએ કલા અને સંસ્કળતિના જતન માટે પણ ખુબજ મહત્વનુ યોગદાન આપેલું છે. તેમણે દર વર્ષે હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે અસ્મિતા પર્વ જેવા કાર્યક્રમ દરમિયાન સાહિત્યિક અને વિદ્વતાપૂર્ણ વિકાસની ચર્ચા કરવા માટે સમગ્ર ભારતમાંથી લેખકો અને કવિઓ તેમજ ભારતની સૌથી પ્રાચીન ભાષા સંસ્કળતના વિદ્વાનો તેમજ અન્ય કલાકારોને હોસ્ટ કર્યા છે. આ ઉપરાંત બાપુએ ભારતના જાણીતા સંગીતકારો અને ગાયકોને સાંજના ઉત્સવો દરમિયાન પરફોર્મ કરવા માટે પણ આમંત્રિત કર્યા છે.
પૂજ્ય શ્રીબાપુ દર વર્ષે ગુજરાતના સેંજલ ધામ અને તલગાજરડામાં ગરીબ, લાચાર અને જરૂરિયાતમંદ લોકો માટે બહુવિધ લગ્નો એટ્લે કે સમુહ લગ્નનું આયોજન કરે છે. બાપુએ સાલ ૨૦૨૦ની સાલમા ઉતર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૨૯ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન તેમની ૮૬૨મી રામકથા ‘અક્ષયાવત કથા' કરેલી જેમાં કથાના ૮મા દિવસે તેમણે ૯૫ યુગલોને સમૂહ લગ્નમાં લગ્ન કરાવવાની સુવિધા આપી હતી જેમાં સેક્સ વર્કર સમુદાયના એક યુગલનો પણ સમાવેશ થતો હતો.
ભજન સાથે ભોજનની મહાન ફિલસૂફીમાં માનતા પૂજ્ય બાપુની દરેક રામ કથામાં તમામ ઉપસ્થિતોને મફત શાકાહારી ભોજન પ્રસાદીરૂપે પીરસવામાં આવે છે. વર્ષ ૨૦૧૨માં પ?મિ બંગાળના કોલકાતા ખાતે યોજાયેલી તેમની ૭૨૪મી રામ કથા ‘માનસ વિવેક'માં બાપુ અને તેમના ભક્તોએ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને ટેકો આપવા માટે રૂપિયા ચાર કરોડ એકત્ર કરીને દાનમાં આપ્યા હતા જેમાં ફાઉન્ડેશનના ચેરપર્સન, શ્રી ચંચલા પતિ દાસબાપુ અને તેમના ભક્તોને મથુરા જિલ્લામાં એક લાખ પંચોતેર હજાર બાળકોને ખવડાવીને એક વિશાળ રસોડું ચલાવવા માટે સક્ષમ બનાવવાનો તમામ શ્રેય પૂજ્ય બાપુને આપ્યો હતો તેમજ કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન પણ બાપુના અનુયાયીઓએ વિશ્વભરમાં ઓનલાઈન રામ કથાઓ દરમિયાન શકય તેટલા લોકોને પ્રસાદીરૂપી ભોજન પીરસવાનું ચાલુ રાખ્યું હતું.
પૂજ્ય બાપુએ ‘બેટી બચાવો અભિયાન' અંતર્ગત ‘સેવ ધ ગર્લ ચાઈલ્ડ'ના નેજા હઠળ દીકરી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે વર્ષ ૨૦૧૫ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૭ થી ૧૫ દરમ્યાન સુરતમાં ‘માનસ રામકળષ્ણ હરી‘ નામથી તેમની ૭૭૧મી રામ કથાનું પઠન કર્યું હતું તો ગુનેગારો, આરોપીઓ અને જેલમાં રહેલા કેદીઓને સુધારવા તેમજ તેમણે અધ્યાત્મિક માર્ગનું મહત્વ સમજાવતા માનવતાના ધોરણે બાપુએ ગુજરાતના ભાવનગર, રાજકોટ, બક્સર, સાબરમતી અને અન્ય બીજી ઘણી જેલોની રૂબરૂ જઈને મુલાકાતો લીધી હતી.
સૌરાષ્ટ્રની ધરા પર રાજકોટની પાદરે જામનગર રોડ પર નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા ‘સદભાવના વળધ્ધાશ્રમ‘માં હાલમાં આશરે ૬૦૦ જેટલા નિસંતાન, નીરાધાર, બીમાર અને પથારીવશ વડીલો આશરો પામી રહ્યા છે જે સંખ્યા નજીકના ભવિષ્યમાં ૫૦૦૦ સુધી પહોંચાડી દેવાની સ્થાપકોની ગણત્રી છે. આવનારા સમયમાં ‘સદભાવના વળધ્ધાશ્રમ‘ વિશ્વના સૌથી મોટા, ભવ્ય અને અત્યાધુનિક ઘરડા ઘર તરીકે નિર્માણ પામીને વિશ્વ કક્ષાએ ઊભરી આવશે જેમાં વડીલો અને વળધ્ધોની અત્યાધુનિક ઢબે સારવાર કરવા માટે દુનિયાભરની તમામ સગવડતાઓથી સુસજ્જ એવી અતિયાધુનિક હાઇ ફાઈ હોસ્પિટલ પણ હશે.
સમગ્ર ગુજરાતમાં આશરે ૧૧ લાખ કરતાં પણ વધારે વળક્ષો ઉછેરવાનો સંકલ્પ લેનાર રાજકોટના સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં રૂપિયા ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે ૧૪૦૦ રૂમોની સગવડતાવાળું ૫૦૦૦ નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોને સમાવી શકે તેવી ક્ષમતાવાળું એક નવુજ સંકુલ નિર્માણ પામી રહ્યું છે જ્યાં નિવાસ, ભોજન અને તબીબી સારવાર સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હશે. માત્ર ગુજરાતભરમાંથીજ નહીં પરંતુ ભરતભરમાંથી નિસહાય, લાચાર અને જરૂરિયાતમંદ વળદ્ધો અહીં આશરો લેવા આવે તે હેતુથી ૩૦ વીઘાની વિશાળ જમીન પર ‘સદભાવના વળધ્ધાશ્રમ‘ના નવા પરિસરનું નિર્માણ થઈ રહ્યું છે આજથી પૂરા ૧૨ વર્ષો પહેલા પૂજ્ય શ્રીમોરારીબાપુની રામકથા રાજકોટના રેસકોર્ષ મેદાન પર યોજાયેલી અને ત્યારપછી પૂરા સવા દાયકા બાદ રાજકોટના એજ રેસકોર્ષના મેદાન પર પૂજ્ય શ્રીમોરારીબાપુની રામકથા તારીખ ૨૩ નવેમ્બરથી થી ૧ ડિસેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન યોજાવા જઇ રહી છે. કથાની પોથીયાત્રા તારીખ ૨૩ના રોજ બપોરના ૨ વાગ્યાથી નીકળશે અને કથાનો સમય સવારના ૯ વાગ્યાથી બપોરના ૧.૩૦ વાગ્યા સુધીનો અને બપોરના ૪.૦૦ વાગ્યાથી સાંજના ૬.૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી નેટવર્ક અને ચિત્રકુટધામ તલગાજરડા યુટયુબ ચેનલ પર ઉપલબ્ધ છે.
કથાનું શ્રવણ કરતાં ભક્તો, ભાવિકો, શ્રધ્ધાળુઓ, શ્રોતાઓ અને મુલાકાતીઓ માટે બંને ટાઈમ પ્રસાદીરૂપી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે જેનો અચૂકપણે લાભ લેવા પ્રભુ શ્રીરામની આ રામકથામાં પધારતા સર્વે લોકોને નમ્ર વિનંતી સાથ અરજ છે તેમજ કથામાં હાજર રહેવા દરેકને ભાવભર્યું આમંત્રણ છે તો આવો પધારો અમારા રાજકોટના રેસકોર્ષમાં પૂજ્ય શ્રીમોરારીબાપુની રામકથા સાંભળવા. જય શ્રી રામ... જય બાલાજી..
આલેખન :
કમલ જારોલી
એડ્વોકેટ એન્ડ નોટરી, રાજકોટ
(મો-૮૧૬૦૩-૧૧૦૧૬)

(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
