<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

સાઉદી અરેબિયાના ઈતિહાસમાં પ્રથમ વખત એક ભારતીય સહિત ૧૦૦થી વધુ વિદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી

પાકિસ્‍તાનના ૨૧, યમનના ૨૦, સીરિયાના ૧૪, નાઇજીરિયાના ૧૦, ઇજિપ્તના ૯, જોર્ડનના ૮, ઇથોપિયાના ૭, ભારત, સુદાન, અફઘાનિસ્‍તાન, શ્રીલંકા, એરિટ્રિયા એક-એક વ્‍યક્‍તિનો સમાવેશ થાય છે

રીયાધ, તા.૧૮: ફાંસી એ એક એવી સજા છે જે માત્ર ગંભીર ગુના કરવા માટે આપવામાં આવે છે, જ્‍યારે ઘણા દેશોમાં ફાંસી પર પ્રતિબંધ છે. હાલમાં જ એક વિદેશી મીડિયાનો રિપોર્ટ સામે આવ્‍યો છે કે, સાઉદી અરેબિયાએ આ વર્ષે ૧૦૦થી વધુ વિદેશી નાગરિકોને ફાંસી આપી છે. તાજેતરમાં સાઉદીએ ડ્રગ સ્‍મગલિંગના આરોપમાં યમનના એક નાગરિકને ફાંસી આપી હતી.

યમનના નાગરિકને ફાંસી આપવાની સાથે સાઉદી અરેબિયાએ વર્ષ ૨૦૨૪માં અત્‍યાર સુધીમાં ૧૦૧ વિદેશી નાગરિકોને ફાંસીની સજા આપી છે. જ્‍યારે ૨૦૨૩ અને ૨૦૨૨માં ૩૪ વિદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી હતી, પરંતુ ૨૦૨૪માં આ આંકડો ૧૦૦ને પાર કરી ગયો હતો.

બર્લિન સ્‍થિત યુરોપિયન-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્‍સ (ESOHR)ના કાનૂની નિર્દેશક તાહા અલ-હાજીએ કહ્યું કે, સાઉદી અરેબિયામાં એક વર્ષમાં વિદેશી નાગરિકોને ફાંસીની આ સૌથી મોટી સંખ્‍યા છે. આ પહેલા સાઉદી અરેબિયાએ કયારેય એક વર્ષમાં ૧૦૦થી વધુ લોકોને ફાંસી આપી નથી.

તે જ સમયે, સાઉદી અરેબિયાના વિદેશી નાગરિકોને ફાંસી પર લટકાવવા પર માનવ અધિકાર જૂથે સાઉદી અરેબિયાની ટીકા કરી છે. જૂથે કહ્યું કે, સાઉદી અરેબિયા લોકોને ફાંસી આપવા માટે તેની શક્‍તિનો ઉપયોગ કરી રહ્યું છે. જૂથે એમ પણ કહ્યું કે સાઉદી અરેબિયા તેની છબીને નરમ કરવા અને આંતરરાષ્‍ટ્રીય પ્રવાસીઓ અને રોકાણકારોને આવકારવા માટે આ પગલું ભરી રહ્યું છે.

એમ્‍નેસ્‍ટી ઈન્‍ટરનેશનલનો એક રિપોર્ટ સામે આવ્‍યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૩માં ચીન અને ઈરાન પછી સાઉદી અરેબિયાએ ત્રીજા નંબર પર કેદીઓને ફાંસી આપી છે. આ વર્ષે સપ્‍ટેમ્‍બરમાં સાઉદી અરેબિયામાં ૩૦ વર્ષમાં સૌથી વધુ ફાંસીની સજા આપવામાં આવી હતી. વર્ષ ૧૯૯૫માં સાઉદીએ ૧૯૨ લોકોને ફાંસી આપી હતી, જ્‍યારે ૨૦૨૨માં તેણે ૧૯૬ લોકોને ફાંસી આપી હતી.

તે જ સમયે, વર્ષ ૨૦૨૪ માં અત્‍યાર સુધીમાં, સાઉદી અરેબિયાએ ૨૭૪ લોકોને ફાંસી આપી છે. રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયામાં પાકિસ્‍તાનના ૨૧, યમનના ૨૦, સીરિયાના ૧૪, નાઈજીરિયાના ૧૦, ઈજિપ્તના ૯, જોર્ડનમાંથી ૮ અને ઈથોપિયાના ૭, ભારત, સુદાન, અફઘાનિસ્‍તાન, શ્રીલંકાના એક-એક, એરિટ્રિયા અને ફિલિપાઇન્‍સ નાગરિકોને ફાંસી. રાજદ્વારીઓ અને કાર્યકરો કહે છે કે વિદેશી નાગરિકો સામાન્‍ય રીતે ન્‍યાયી સુનાવણીમાં અવરોધોનો સામનો કરે છે

(4:33 PM IST)