તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
મહારાષ્ટ્ર : ટાઈમ્સ એલ્જીબ્રાનો સર્વે કહે છે : મહાયુતિને ૨૮૮માંથી ૧૩૫ બેઠક મળશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ રહ્યા છે ત્યારે ટાઈમ્સ એલ્જીબ્રાનો ‘એક્સ ટ્વીટર' ઉપરનો હેવાલ જણાવે છે કે ભાજપ - શિંદે શિવસેના અને અજીત પવાર એનસીપી પક્ષોની બનેલ મહાયુતિને મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકોમાંથી ૧૩૫ બેઠકો મળી રહી છે. જે બહુમતીથી ઘણી ઓછી છે. સામે કોંગ્રેસ - શરદ પવાર એનસીપી અને ઉદ્ધવ ઠાકરે શિવસેનાના મહાવિકાસ અઘાડી ચૂંટણી મેદાનમાં ભારે ટક્કર આપી રહેલ છે. સર્વે મુજબ વિદર્ભમાં ૬૨માંથી મહાયુતિને ૪૬માંથી ૧૬, ઉત્તર મહારાષ્ટ્રમાં ૩૫ માંથી ૨૦, પヘમિ મહારાષ્ટ્રમાં ૭૦માંથી ૨૯, મુંબઈની ૩૬ બેઠકોમાંથી ભાજપની મહાયુતિને ૧૬ અને કોંકણ રીજીયનમાં ૩૯માંથી મહત્તમ ૨૯ બેઠકો મળી રહ્યાનું ટાઈમ્સ એલ્જીબ્રાનો સર્વે જણાવે છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
