News of Monday, 18th November 2024
પાકિસ્તાન મરીને માંગરોળની બોટને ટકકર મારી ડૂબાડી દીધી: માછીમારોને બચાવી પરત સોંપ્યા
માછીમારોએ સેટેલાઇટ ફોનથી કોસ્ટગાર્ડની મદદ માંગી :તમામ માછીમારોને મેડીકલ ચેકઅપ કર્યા બાદ ભારતીય કોસ્ટગાર્ડને સોંપવામાં આવ્યા

પાકિસ્તાન મરીને ગુજરાતના દરિયામાંથી પસાર થઇ રહેલી માંગરોળની કાલભૈરવ બોટને ટકકર મારી દેતા બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જયારે તેમા સવાર માછીમારો પણ ડુબવા લાગ્યા હતા.
આ જોઇ પાકિસ્તાન મરીનના સ્ટાફે તુરંત પાણીમાં કુદી જઇ માછીમારોને બચાવી લીધા હતા અને તમામ માછીમારોને મેડીકલ ચેકઅપ કર્યા બાદ ભારતીય કોસ્ટગાર્ડને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાત્રે ઓખાની બોટ ગુજરાતના દરીયાકાંઠે પસાર થઇ રહી હતી ત્યારે પાકિસ્તાન મરીને શંકાસ્પદ બોટ લાગતા તેમનો પીછો કર્યો હતો.ત્યારબાદ ભારતીય બોટને ટકકર મારી ડૂબાડી દીધી હતી. જોકે બોટમાં સવાર ગુજરાતના માછીમારો પણ પાણીમાં ડુબવા લાગ્યા હતા.
માછીમારોને ડુબતા જોઇ પાકિસ્તાન મરીનના સ્ટાફ પણ પાણીમાં કુદી ગયા હતા.તમામ માછીમારોનો જીવ બચાવી લીધો હતો. બાદમાં તમામને મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ આ ઘટના અંગે ભારતીય કોસ્ટગાર્ડને જાણ કરતા કોસ્ટગાર્ડ પણ ત્યા પહોંચી ગઇ હતી અને તમામ માછીમારોને કોસ્ટગાર્ડને સોપી દેવામા આવ્યા હતા.આ ઘટના બની ત્યારે માછીમારોએ સેટેલાઇટ ફોનથી કોસ્ટગાર્ડની મદદ માંગવામા આવી હોવાનુ પણ હાલ સુત્રોએ જણાવ્યું હતું.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
