કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
મોદી બાદ હવે અમિત શાહે ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા
સત્યને દબાવી ન શકાય : શાહઃસોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અમિત શાહે કહ્યું કે 'કોઈ ગમે તેટલી કોશિશ કરે તો પણ સત્યને દબાવી શકાતું નથી

નવી દિલ્હી, તા.૧૮
વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' રિલીઝ પહેલા જ વિવાદોમાં છે. ૨૦૦૨ની ગોધરા ઘટના પર બનેલી ફિલ્મને લઈને દર્શકો બે જૂથમાં વહેંચાયેલા છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ આ ફિલ્મના વખાણ કર્યા હતા. હવે ગૃહમંત્રી અમિત શાહે 'ધ સાબરમતી રિપોર્ટ'ના વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા અમિત શાહે કહ્યું કે 'કોઈ ગમે તેટલી કોશિશ કરે તો પણ સત્યને દબાવી શકાતું નથી.'
અમિત શાહે X પર એક યુઝરની પોસ્ટ ફરીથી શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે - 'કોઈપણ શક્તિશાળી ઇકોસિસ્ટમ ગમે તેટલી કોશિશ કરે, તે સત્યને અંધકારમાં છુપાવી શકતી નથી. ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ઇકોસિસ્ટમને અપ્રતિમ હિંમત સાથે પડકારે છે અને દિવસના પ્રકાશમાં તે ભયાનક ઘટના પાછળના સત્યને ઉજાગર કરે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ પણ વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના વખાણ કર્યા હતા. તેમણે ઠ પર લખ્યું હતું- 'સારું કહ્યું. સારું છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. નકલી મર્યાદિત સ્ટોરી થોડા સમય માટે જ ચાલુ રહી શકે છે. આખરે, સત્ય હંમેશા બહાર આવશે.'
તમને જણાવી દઈએ કે વિક્રાંત મેસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ તેની વાર્તાના કારણે ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે. ફિલ્મની વાર્તા ૨૦૦૨ની ગોધરાની ઘટના પર આધારિત છે જેમાં સાબરમતી એક્સપ્રેસના એક કોચને કેટલાક લોકોએ આગ લગાવી દીધી હતી. આ અકસ્માત બાદ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
