<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પર વક્ફ બોર્ડનો દાવો? જાણો શું છે સચ્ચાઈ

સિદ્ધિવિનાયક મંદિર મુંબઈનું ગૌરવ હોવાથી વક્ફ બોર્ડ શ્રી સિદ્ધિવિનાયક મંદિર પર કંઈ કરશે નહીં. એવો એક વીડિયોઆવ્યો

મુંબઈ :દેશના અનેક પ્રખ્યાત મંદિરો, સ્થળો સાથે કેટલીક જમીનો પર પણ વક્ફ બોર્ડ દ્વારા પોતાની માલિકીનો દાવો કરવામાં આવી રહ્યો છે. વક્ફ બોર્ડ દ્વારા ચાલી રહેલા આ ગેરપ્રકારને રોકવા માટે ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે. જોકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈના એક સૌથી પ્રખ્યાત મંદિર પર પણ વક્ફ બોર્ડે દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને લઈને હવે નવો વિવાદ શરૂ થયો છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં દાદર ખાતે આવેલું પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિર દરેક હિન્દુઓના પૂજ્ય દેવતા ગણપતિ બાપ્પાનું મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિર મુંબઈનું ગૌરવ હોવાથી વક્ફ બોર્ડ શ્રી સિદ્ધિવિનાયક મંદિર પર કંઈ કરશે નહીં. એવો એક વીડિયો દ્વારા આ મામલાની માહિતી આપી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ખજાનચી આચાર્ય પવન ત્રિપાઠી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.


 

(12:06 AM IST)