હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 6 લોકોના ઘટના સ્થળે જ મોત
મગણાદ ગામ પાસે આવેલી કૃષ્ણા હોટેલ નજીક ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ: 6 લોકોના મોત : 3 લોકોને ગંભીર ઇજા

ભરૂચમાં એક વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે જબરદસ્ત અકસ્માત થતાં 6 જેટલા લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. જ્યારે 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ જંબુસર-આમોદ રોડ પર ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ 6 જેટલા લોકોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા હોવાનાં સમાચાર છે. જ્યારે, 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મગણાદ ગામ પાસે આવેલી કૃષ્ણા હોટેલ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની માહિતી છે
ઇકો કારમાં સવાર 6 જેટલા મુસાફરોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. ઇકો કાર ભરૂચ તરફથી આવતી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે જંબુસર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
