<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

પ્રેમના પારખાં: દોસ્‍તીમાંથી પ્રેમ થયો અને ગર્ભવતી થઈ મહિલા, હવે બાળક સાથે પ્રેમીના ઘર આગળ ધરણાં કરવા મજબૂર

ગઢવા, તા.૧૯: ઝારખંડના ગઢવા જિલ્લાના મેરલ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના દેવગાણા ગામમાં એક યુવતી પોતાના નવજાત બાળક સાથે છેલ્લા ૧૦ દિવસથી પોતાના કથિત પ્રેમીના ઘરની બહાર ધરણા પર બેઠી છે. પ્રેમમાં દગો મળ્‍યા બાદ હવે ન્‍યાય માટે ભટકી રહી છે. તો વળી તેનો પ્રેમી અને તેના પરિવારવાળા આ યુવતી ઘરે પહોંચતા જ કયાંક ભાગી ગયા છે.

ઘરમાં તાળી લગાવી દીધા છે. જ્‍યારે પીડિત યુવતી બાળક સાથે ઘરની બહાર ૧૦ દિવસથી ધરણા પર બેઠી છે. પોતાના પ્રેમીના ઘરે અધિકારની માગને લઈને ધરણા પર બેઠેલી યુવતીની કહાની આખા વિસ્‍તારમાં ફેલાઈ ગઈ છે.

પ્રેમીના ઘર બહાર ૧૦ દિવસથી ધરણા પર બેઠેલી યુવતી રેખાએ જણાવ્‍યું કે, ‘તે ન્‍યાયની માગ કરી રહી છે. જ્‍યારે પ્રેમી સુજીત અને તેનો પરિવાર ઘર છોડીને ફરાર થઈ ગયા છે.' પીડિત યુવતીએ પોતાની લવ સ્‍ટોરી કંઈક આ રીતે વ્‍યક્‍ત કરી છે. પીડિત યુવતી રેખા ધુરકીના ટાટીડિરી ગામની રહેવાસી છે.

 ગત વર્ષે છઠ દરમ્‍યાન તે મોટી બહેનના ઘરે દેવગાણા ગામ ગઈ હતી. ત્‍યાં તેની મુલાકાત બહેનના પિત્રાઈ દિયર સુજીત પ્રજાપતિ સાથે થઈ હતી. દોસ્‍તીનો આ સંબંધ પ્રેમમાં બદલાયો, જોશ જોશમાં હોશ ખોઈ દીધા અને ફોન પર વાતો શરૂ થઈ. જેનું પરિણામ હવે આ યુવતી ભોગવી રહી છે.(

(10:14 AM IST)