હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપી-બિહાર, દિલ્હી-NCR સહિત અન્ય રાજ્યોમાં ઠંડી વધી
હવે સ્વેટર અને ધાબળા વગર દિવસ-રાત પસાર કરવા મુશ્કેલ : સવાર-સાંજ સર્વત્ર ધુમ્મસ : તાપમાનમાં પણ સતત ઘટાડો દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં : હવામાનનો બેવડો ફટકો :એક તરફ ઠંડી વધી રહી છે તો બીજી તરફ પ્રદૂષણના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું : ખરાબ હવામાનની અસર હવે ટ્રેન અને પ્લેન પર પડી : વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો જેના કારણે ટ્રેનો મોડી

નવી દિલ્હી તા.૧૯ યુપી-બિહાર હોય કે દિલ્હી-એનસીઆર દેશભરમાં હવામાન બદલાવા લાગ્યું છે. તહેવારોની સિઝન પૂરી થતાં જ ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક આપી છે. હવે સ્વેટર અને ધાબળા વગર દિવસ-રાત પસાર કરવું મુશ્કેલ છે. સવાર-સાંજ સર્વત્ર ધુમ્મસ છવાયેલું રહે છે. તાપમાનમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં હવામાનનો બેવડો ફટકો જોવા મળી રહ્યો છે. એક તરફ ઠંડી વધી રહી છે તો બીજી તરફ પ્રદૂષણના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ખરાબ હવામાનની અસર હવે ટ્રેન અને પ્લેન પર પડી રહી છે. વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે.
ધુમ્મસનું એલર્ટ જાહેર
હવામાન વિભાગે દિલ્હી-NCR, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આજે એટલે કે ૧૯ તારીખે ધુમ્મસનું એલર્ટ આપ્યું છે. બિહારમાં પણ ઠંડી વધી રહી છે. દિલ્હી-NCR પર પ્રદૂષણની અસર ચાલુ રહેશે. હવામાન પાછલા દિવસો જેવું જ રહેશે અને તાપમાનમાં ઘટાડો થશે. મતલબ કે ઠંડીમાં હજુ વધારો થશે.
દેશની હવામાન સ્થિતિ
હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ગુજરાતમાં પણ સવારે અને રાત્રીના સમયે ઠંડી જોવા મળી રહી છે. આ રાજ્યોમાં દિવસના તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તર-પヘમિ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થશે. તમિલનાડુમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આંતરિક તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
