હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શિયાળો શરૂ થતાં જ કાશ્મીરની વીજ માંગમાં વધારો
ઉત્પાદન ૮૦ ટકા ઘટતા શહેરોમાં ૬ કલાક, ગામડામાં ૮ કલાકનો વીજકાપ

જમ્મુઃ શિયાળો શરૂ થતાં જ જમ્મુ કાશમીરમાં વીજ ઉપાદનમાં ૮૦ ટકાનો ધટાડો થયો છે. જયારે વધુ ને વધુ વધતી જ જાય છે. પાવર ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ (પીડીડી) ના એક ટોચના અધિકારીએ પુષ્ટી કરી છે કે નવેમ્બરમાં બીજા સપ્તાહથી વીજ માંગ બહી વધી છે. વીજ ઉત્પાદનમાં ધટાડો થવાના પરિણામે રાજકયમાં શહેરી વિસ્તારોમાં અત્યારે ૬ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૮ કલાક વીજ કાપ છે.
અધિકારી અનુસાર રાજયની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૧ર૦૦ મેગાવોટ છે જો કે અત્યારે ઉત્પાદન ર૦૦-ર૬૦ મેગાવોટ જ થઇ શકે છે. તેમનું કહેવું છે કે અત્યારે વિજળીની માંગ ર૦૦૦ થી ર૧૦૦ મેગાવોટ છે પણ ઉપલબ્ધતા માત્ર ૧૬૦૦ થી ૧૬પ૦ મેગાવોટ છે.
અધિકારી અનુસાર, ઓછા વરસાદ ના કારણે બહું ઓછું વીજ ઉત્પાદન થઇ રહયું છે. કાશ્મીરમાં વીજ સંકટ એવા સમયે ઉભું થયું છે. જયારે સતત કેટલાય મહીનાથી ચાલી રહેલ દુકાળ વચ્ચે ઠંડીએ પોતાની શરૂઆતના સંકેતો આપી દીધા છે. નદી-નાળાઓમાં જળસ્તર સાવ ઓછું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
