<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસની ઝેરી સાપ સાથે તુલના કરી

નવી દિલ્‍હી, તા.૧૯: કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને આરએસએસની તુલના ઝેરીલા સાપ સાથે કરી છે અને તેમને ભારતમાં રાજકીય રીતે ખૂબ જ ખતરનાક ગણાવ્‍યા છે.

સાંગલીમાં એક રેલીને સંબોધિત કરતા ખડગેએ કહ્યું કે ભાજપ અને આરએસએસ ઝેર સમાન છે. તમે જાણો છો કે ઝેરી સાપ સાથે શું કરવું. જો કોઈ વ્‍યક્‍તિને સાપ કરડે તો તે વ્‍યક્‍તિ મળત્‍યુ પામે છે. આ -કારના ઝેરી સાપને મારી નાખવો જોઈએ. તેમણે કહ્યું કે દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી ખતરનાક છે તો તે ભાજપ અને આરએસએસ છે.

કોંગ્રેસના બળવાખોર અને સાંગલીથી અપક્ષ સાંસદ વિશાલ પાટીલનું નામ લીધા વિના, તેમણે તેમના પર પાર્ટી સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્‍યો.

ભાજપ પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે મહારાષ્‍ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્‍યા પાર્ટીના ઉમેદવારોની સંખ્‍યા કરતાં વધી ગઈ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન, ગળહમંત્રી અમિત શાહ અને અન્‍ય નેતાઓ અહીં પ્રચાર કરવા આવ્‍યા છે. આજે ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ પણ અહીં આવ્‍યા હતા. મને ખબર નથી કે તેમને શું થયું. યુપીના ઝાંસીની હોસ્‍પિટલમાં લાગેલી આગમાં ૧૦ બાળકોના મોત થયા છે. આમ છતાં મહારાષ્‍ટ્રમાં તેમની રેલીઓ અટકી નથી.

ખડગેએ મહારાષ્‍ટ્રમાં રેલીઓ કરવા માટે પીએમ મોદી પર પણ નિશાન સાધ્‍યું અને કહ્યું કે આ વિધાનસભા ચૂંટણી છે દેશના વડાપ્રધાનને ચૂંટવા માટેની ચૂંટણી નથી. તેમની (મોદીની) સત્તાની ઈચ્‍છા કયારેય પૂરી થતી નથી.

(4:03 PM IST)